૨૩ વર્ષ સુધી લિવ-ઇનમાં રહ્યા પછી પરણ્યું આ ટીવી કપલ
વૃંદાવનના મંદિરમાં લીધા સાત ફેરા

વૃંદાવન, તા.૨૪: આશ્લેષા સાવંત અને સંદીપ બસવાનાએ ૨૩ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ હવે લગ્ન કરી લીધા છે. તેમનો રોમાંસ સિરિયલ કયોંકી સાસ ભી કભી બહુ થી થી શરૂ થયો હતો અને પછીથી તેઓ લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યા. ૨૩ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ, આ કપલે તાજેતરમાં લગ્ન કર્યા. આશ્લેષા અને સંદીપના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં આ કપલ એકબીજાના પ્રેમમાં ડૂબેલા જોવા મળે છે.
વૃંદાવનના ચંદ્રોદય મંદિરમાં એક સાદા સમારંભમાં આશ્લેષા અને સંદીપના લગ્ન થયા. આશ્લેષા સાવંત અને સંદીપ બસવાના લગ્ન ૧૬ નવેમ્બર, ૨૦૨૫ના રોજ વૃંદાવનના ચંદ્રોદય મંદિરમાં થયા હતા. આ લગ્ન એક ખાનગી પ્રસંગ હતો જેમાં ફક્ત પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. કપલે લગ્નની કેટલીક તસવીરો શૅર કરી છે.
આ પોસ્ટ સાથે કૅપ્શનમાં લખ્યું છે કે, ‘અને બસ આ રીતે અમે એક નવા અધ્યાયમાં પ્રવેશ કર્યો કારણ કે શ્રી અને શ્રીમતી પરંપરાએ અમારા હૃદયમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. અમે બધા આશીર્વાદ માટે આભારી છીએ. હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે જસ્ટ મેરિડ.'
લગ્નમાં બન્નેએ પેસ્ટલ થીમના આઉટફિટ પહેર્યા હતા. ૪૧ વર્ષીય આશ્લેષા સાવંતે પાવડર ગુલાબી સાડી પહેરી હતી અને ઓછામાં ઓછા ઘરેણાંથી પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. તેણીએ પોતાનો મેકઅપ પણ મિનિમમ રાખ્યો હતો. તેણી બ્રાઇડલ લુકમાં સુંદર દેખાતી હતી. આ દરમિયાન સંદીપ આઇવરી શેરવાનીમાં ખૂબ જ હેન્ડસમ દેખાતો હતો.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, આશ્લેષા સાવંત હાલમાં સિરિયલ ‘ઝનક'માં જોવા મળી હતી જ્યારે સંદીપ બસવાના છેલ્લે ‘અપોલિના'માં જોવા મળ્યો હતો. આ કપલની પહેલી મુલાકાત વર્ષ માં કયૂંકી સાસ ભી કભી બહુ થી ના સેટ પર થઈ હતી. કયૂંકી સાસ ભી કભી બહુ થી સિરિયલમાં આશ્લેષા સાવંત અને સંદીપ બસવાનાએ દિયર - ભાભીની ભૂમિકા ભજવી હતી. ૨૩ વર્ષનો પ્રેમ હવે લગ્ન સંબંધમાં પરિણમ્યો છે
