<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 1st December 2025

હૃતિક રોશનની કંપનીએ ૨૮ કરોડ રૂપિયામાં ખરીદ્યાં ૧૦ ઓફિસ-યુનિટ

કુલ કાર્પેટ એરિયા ૬૯૬૮ ચોરસ ફુટ છે અને દરેક યુનિટનું કદ ૭૬૯થી ૮૫૨ ચોરસ ફુટ વચ્‍ચે છે

મુંબઇ તા.૧: રોશન-પરિવાર છેલ્‍લા કેટલાક સમયથી મુંબઈની પ્રોપર્ટી માર્કેટમાં સતત મોટા પ્રમાણમાં ખરીદી કરી રહ્યો છે. લેટેસ્‍ટ રિપોર્ટ પ્રમાણે હૃતિક રોશનની કંપનીએ અંધેરી-વેસ્‍ટમાં યુરા બિઝનેસ પાર્કના ત્રીજા અને ચોથા માળે ૧૦ નવાં ઓફિસ-યુનિટ્‍સ ખરીદ્યાં છે. પ્રોપર્ટી-રજિસ્‍ટ્રેશનના દસ્‍તાવેજો પ્રમાણે આ તમામ ઑફિસ-યુનિટ્‍સની કુલ કિમત ૨૮ કરોડ રૂપિયા છે અને આ ડીલ ૨૭ નવેમ્‍બરે રજિસ્‍ટર કરવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે આ દસમાંથી પાંચ યુનિટ HRX ડિજિટેક LLP નામની કંપનીએ ખરીદ્યાં છે. એ કંપનીમાં હૃતિક રોશન અને તેના પપ્‍પા રાકેશ રોશન ભાગીદાર છે. બાકીનાં પાંચ યુનિટ ફિલ્‍મકુંજ બોમ્‍બે પ્રાઇવેટ લિમિટેડના નામે લેવામાં આવ્‍યાં છે. આ કંપનીમાં હૃતિક અને તેનાં મમ્‍મી પિન્‍કી રોશન ડિરેક્‍ટર છે.

દસ્‍તાવેજો પ્રમાણે તમામ યુનિટનો કુલ કાર્પેટ એરિયા ૬૯૬૮ ચોરસ ફુટ છે અને દરેક યુનિટનું કદ ૭૬૯થી ૮૫૨ ચોરસ ફુટ વચ્‍ચે છે. આ પહેલાં તાજેતરમાં રાકેશ રોશન અને તેમનાં પત્‍ની પિન્‍કીએ અંધેરીમાં ૧૯.૬૮ કરોડ રૂપિયામાં પાંચ કમર્શિયલ યુનિટ ખરીદ્યાં હતાં તેમ જ હૃતિકની બહેન સુનયના રોશને પણ અંધેરી-ઈસ્‍ટમાં ૬.૪૨ કરોડ રૂપિયામાં બે ઓફિસ-યુનિટ ખરીદ્યાં છે.

 

(9:51 AM IST)