<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 4th December 2025

અભિષેક બચ્‍ચન ઇન્‍ડસ્‍ટ્રીનો સૌથી સફળ આન્‍ત્રપ્રિન્‍યોર

રીઅલ એસ્‍ટેટથી લઇને સ્‍પોર્ટ્‍સ અને સ્‍ટાર્ટઅપ્‍સમાં રોકાણનો સમાવેશ થાય છેઃ બચ્‍ચન પિતાપુત્ર રીઅલ એસ્‍ટેટમાં પણ ૨૧૯ કરોડનું રોકાણ ધરાવે છે, તેના પરિવારની નેટ વર્થ ૧૬૩૦ કરોડની મનાય છે : રીઅલ એસ્‍ટેટ અને કબડ્ડી ટીમમાંથી ૧૦૦ ગણું રીટર્ન મેળવે છે

 

મુંબઈ,તા.૦૪: બોલિવૂડમાં હવે ભાગ્‍યે જ કોઈ કલાકારો એવા છે, જેઓ માત્ર એક્‍ટિંગની આવક પર જ નભતા હોય. મોટા ભાગના કલાકારો હવે વિવિધ ક્ષેત્રે રોકાણ અને અન્‍ય રોજગારમાં પણ જોડાયેલા છે. તેમાં અભિષેક બચ્‍ચનની ગણતરી સૌથી સફળ આન્‍ત્રપ્રિન્‍યોરમાં થાય છે, જેનો ઇન્‍વેસ્‍ટમેન્‍ટ પોર્ટફોલિયો ઘણો વૈવિધ્‍યવાળો છે, જેમાં રીઅલ એસ્‍ટેટથી લઇને સ્‍પોર્ટ્‍સ અને સ્‍ટાર્ટઅપ્‍સમાં રોકાણનો સમાવેશ થાય છે.

અભિષેક બચ્‍ચને તેની કેરિઅરમાં ઘણા ચડાવ ઉતાર જોયાં છે, તે ઘણી એવી ફિલ્‍મનો ભાગ પણ રહ્યો છે, જે સમયની કસોટી પર પાર ઉતરીને આજે પણ યાદગાર ગણાય છે, જ્‍યાર ઘણી એવી ફિલ્‍મનો ભાગ પણ રહ્યો છે, જેમાં ઓડિયન્‍સને જરા પણ રસ ન પડ્‍યો હોય. સફળ માતાપિતાના સંતાન કે પછી નિષ્‍ફળ ફિલ્‍મના દબાણનો ભોગ બન્‍યા વિના કે પોતાનું કામ છોડીને ચાલ્‍યા જવા કરતા તેણે શાંતિથી બિઝનેસની દુનિયામાં પણ પોતાની મહેનત ચાલુ રાખી છે. તેનું સૌથી જાણીતું રોકાણ રમત-ગમતની દુનિયામાં છે, તેમાં તેની ફૂટબોલ અને કબ્‍બડી ટીમનો સમાવેશ થાય છે. તેણે આ સિવાય પણ ઘણા અન્‍ય ઉદ્યોગોમાં રોકાણ કર્યું છે.

અભિષેક અને અમિતાભ બચ્‍ચન ઘણી વખત રીઅલ એસ્‍ટેટમાં પણ રોકાણ કરવા માટે સમાચારોમાં રહ્યા છે, દાખલા તરીકે, તેમની પાસે અયોધ્‍યામાં પણ ઘણી મિલકત છે. અભિષેક બચ્‍ચન પોતાની કેરિઅરમાં ઘણો વહેલો સમજી ગયો હતો કે બોલિવૂડ એક એવી ઇન્‍ડસ્‍ટ્રી છે, જેમાં તમને સફળતા મળે છે, તે ઘણી ક્ષણિક હોય છે. તેથી તે પોતાનો બધો જ આધાર એક જ કામ પર ન રાખી શકે. તેથી તેણે બહુ વહેલાં અલગ અલગ ક્ષેત્રે રોકાણ કરવાનું શરૂ કરી દીધું હતું. તેમાં તેનું જગજાહેર રોકાણ જયપુર પિંક પેન્‍થર્સ કબડ્ડી ટીમમાં છે.

અભિષેક બચ્‍ચનની આ ટીમે કબડ્ડી ટુર્નામેન્‍ટમાં ઘણી સફળતાઓ જોઈ છે, તેઓ બે વખત ચેમ્‍પિયનશિપ જીતી ચુક્‍યા છે, અભિષેકે જણાવ્‍યું હતું કે તેની આ તકો અંધારામાં તીર જેવી હતી. એક જુના ઇન્‍ટરવ્‍યુમાં અભિષેકે પોતાની ટીમ અને આ ટીમ કઈ રીતે ઓછા બજેટમાં બની તે અંગે વાત કરી હતી. તેણે એવું પણ કહ્યું હતું કે તેણે માત્ર એક જ વખત તેના આ રોકાણમાંથી કેટલું વળતર મળ્‍યું એ ગણ્‍યું હતું અને એ પણ એટલા માટે કે એ વખતે તેને થોડી રોકડ ઉપાડવાની જરૂર પડી હતી. પરંતુ હવે તેને આવું કરવાનો કોઈ ઇરાદો નથી. અભિષેકે કહ્યું, ‘‘મને લાગ્‍યું કે લોકોને આ જોવું હશે. મને બસ એવું લાગેલું. મને લાગ્‍યું કે આ કામ કરશે.''

અભિષેકે ઘણી વખત એવું પણ કબૂલ્‍યું કે તેણે આ ટીમ બિલકુલ જૂજ બજેટમાં બનાવી હતી, તેણે ક્‍યારેય મીડિયાને તેના આંકડા જાહેર કર્યા નથી, પરંતુ તેણે એમ પણ કહ્યું છે કે તેને આજે તેના રોકાણનું સો ગણું વળતર મળે છે. ૨૦૨૩માં એવી ચર્ચા હતી કે અભિષેક આ ટીમમાં તેનો હિસ્‍સો કોઈ બીજાને પણ આપી શકે છે. પરંતુ આ ઇન્‍ટરવ્‍યુ દરમિયાન તેણે બધી જ અફવાઓને રદિયો આપી દીધો હતો. તેણે ઇન્‍ટરવ્‍યુમાં જણાવેલું, ‘‘મને જ્‍યારે એમ થયું કે હું હવે ફંડ કરી શકું એમ નથી, ત્‍યારે હું હિસ્‍સાનો ભાગ પાડીશ. મારા માટે આ કામ ઘણું અંગત છે, કબડ્ડી મારા દિલથી ઘણી નજીક છે, મને જ્‍યાં સુધી આ અનુભૂતિ રહેશે, ત્‍યાં સુધી હું અને મારો પરિવાર તે ચલાવતા રહીશું અને તેનો ખર્ચ ઉઠાવતા રહીશું. હું તેને ૧૦૦ ટકા મારા ભાગે જ રાખવા માગું છું.''

અભિષેકે એક ઇન્‍ટરવ્‍યુમાં એવું પણ કહ્યું હતું કે લીગમાં કબડ્ડી ટીમનું સીધું રોકાણ ૧૦૦ કરોડનું હોય છે, એ તો મૂળ રકમ હતી. હવે એનું વળતર ૧૦૦ ગણું મળે છે. એક ઇન્‍વેસ્‍ટમેન્‍ટ સમિટમાં અભિષેકે બિઝનેસ પાછળની ફિલોસોફી અંગે વાત કરી હતી. તેણે કહ્યું, ‘‘મારા પિતાની પેઢી કામમાં સખત વ્‍યસ્‍ત રહેતી કારણ કે એમની પાસે આવકનો એક જસ્ત્રેત હતો. મને લાગે છે આજે, કલાકારોનો મુખ્‍ય વ્‍યવસાય ભલે ફિલ્‍મ હોય, પરંતુ એક માત્રસ્ત્રેત નથી. મેં એ જ પ્રયત્‍ન કર્યો છે, કારણ કે એના કારણે મારી પાસે મારે જેવી બનાવવી છે એવી અને મને પોષાય એવી ફિલ્‍મ બનાવાવની છૂટ અને આઝાદી બંને રહેશે. એ કદાચ એ જોખમ લાગી શકે, પણ મારા પર ઘર ચલાવવાનું દબાણ નથી.''

આ ઉપરાંત અભિષેકે સિગાપોરની ટેક કંપનીમાં ૨.૨૪ કરોડનું રોકાણ કર્યું હતું, જે આજે ૧૦૫ કરોડની કંપની બની ગઈ છે. આ સિવાય તેણે નાગિન, વહદમ ટી અને ઝેપ્‍ટોમાં પણ રોકાણ કર્યું છે. બચ્‍ચન પિતાપુત્ર રીઅલ એસ્‍ટેટમાં પણ ૨૧૯ કરોડનું રોકાણ ધરાવે છે, તેના પરિવારની નેટ વર્થ ૧૬૩૦ કરોડની મનાય છે.(૪૦.૭)

 

(10:07 AM IST)