<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 6th December 2025

રણવીરસિંહની ‘ધુરંધર'નો બોક્‍સ ઓફિસ પર ધમાકોઃ ૨૭ કરોડની કમાણી સાથે ઐતિહાસિક ઓપનીંગ

રણવીરસિંહે પોતાની જ ફિલ્‍મોના રેકોર્ડ તોડયાઃ ધનૂષની ફિલ્‍મને ફટકો પડયો

મુંબઇ તા. ૬:  રણવીર સિંહની મોસ્‍ટ અવેટેડ ફિલ્‍મ ધુરંધરએ રિલીઝ થતાની સાથે જ બોક્‍સ ઓફિસ પર તરખાટ મચાવી દીધો છે. ફિલ્‍મે પહેલા જ દિવસે ૨૭ કરોડ રૂપિયાની બમ્‍પર કમાણી કરીને રણવીર સિંહની કારકિર્દીની સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્‍મનું બહુમાન મેળવ્‍યું છે. આ નવી રિલીઝના કારણે અગાઉથી ચાલી રહેલી ધનુષ અને કળતિ સેનનની ફિલ્‍મ  તેરે ઈશ્‍ક મેંના કલેક્‍શનમાં મોટો ઘટાડો નોંધાયો છે.

: રણવીર સિંહ અભિનીત ધુરંધરને વર્ષની સૌથી મોટી ફિલ્‍મોમાંની એક માનવામાં આવી રહી હતી અને આંકડાઓ પણ તેની સાક્ષી પૂરે છે. સેકનિલ્‍કના અહેવાલ મુજબ, આ ફિલ્‍મે ઓપનિંગ ડે ઉપર જ ૨૭ કરોડ રૂપિયાનો વકરો કર્યો છે. આ સાથે જ આ ફિલ્‍મ ૨૦૨૫માં પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરનારી બોલીવુડ ફિલ્‍મોની યાદીમાં ત્રીજા સ્‍થાને પહોંચી ગઈ છે. આ યાદીમાં વોર-૨ (૫૨ કરોડ) પ્રથમ અને છાવા (૩૧ કરોડ) બીજા ક્રમે છે. રણવીર સિંહે પોતાની જ સુપરહિટ ફિલ્‍મો જેવી પદ્માવત (૨૪ કરોડ),  સિમ્‍બા (૨૦.૭૨ કરોડ) અને  ગલી બોય (૧૯.૪૦ કરોડ)ના રેકોર્ડ તોડીને એક નવો સીમાચિホ સ્‍થાપિત કર્યો છે.

એક તરફ ધુરંધરની આતશબાજી જોવા મળી રહી છે, તો બીજી તરફ તેની સીધી અસર થિયેટરમાં ચાલતી અન્‍ય ફિલ્‍મો પર થઈ છે. ધનુષ અને કળતિ સેનનની ફિલ્‍મ તેરે ઈશ્‍ક મેંને આ નવી રિલીઝથી નુકસાન વેઠવું પડ્‍યું છે. આ ફિલ્‍મ તેના રિલીઝના આઠમા દિવસે (શુક્રવારે) માત્ર ૩.૭૦ કરોડ રૂપિયાની જ કમાણી કરી શકી હતી. આઠ દિવસના અંતે ફિલ્‍મનું કુલ કલેક્‍શન ૮૭.૩૫ કરોડ રૂપિયા પર પહોંચ્‍યું છે.

આ ઉપરાંત, અમેરિકન એનિમેટેડ ફિલ્‍મ ઝૂટોપિયા-૨ પણ સિનેમાઘરોમાં ટકી રહી છે, જેણે આઠમા દિવસે ૭૫ લાખ રૂપિયાની કમાણી કરી હતી. તેનું કુલ કલેક્‍શન ૧૨.૯૦ કરોડ રૂપિયા થયું છે. ધુરંધરમાં રણવીરસિંહ સાથે સંજય દત્ત, આર માધવન, અક્ષય ખન્‍ના, અર્જુન રામપાલ, સારા અર્જુન, રાકેશ બેદી, માનવ ગોહિલ સહિતની મુખ્‍ય ભુમિકા છે.

(3:00 PM IST)