બોલીવુડના મોટા નામોને પાછળ છોડીને આર્યન ખાનનો જાદુ! દિગ્દર્શક તરીકેની પ્રથમ વેબ સિરીઝ ‘ધ બેડ્સ ઓફ બોલીવુડ’ 2025 ની IMDb પર સૌથી લોકપ્રિય શો બની
મનોજ બાજપેયીની ‘ધ ફેમિલી મેન 3’ અને ‘પંચાયત 4’ જેવી બહુપ્રતિક્ષિત સિરીઝને પાછળ રાખી આર્યન ખાન ટોચ પર, ઝહાન કપૂરનો ‘બ્લેક વોરંટ’ બીજા ક્રમે

મુંબઈ, તા.10 : વર્ષ 2025માં ઓટીટી (OTT) પ્લેટફોર્મ્સ પર ઘણી મોટી અને બહુપ્રતિક્ષિત વેબ સિરીઝ રિલીઝ થઈ હતી, જેમાં મનોજ બાજપેયીની 'ધ ફેમિલી મેન 3', જયદીપ અહલાવતની 'પાતાલ લોક 2' અને જીતેન્દ્ર કુમારની 'પંચાયત 4' જેવી ધમાકેદાર સિરીઝનો સમાવેશ થાય છે. જોકે, આ બધા મોટા નામો અને સીઝન્સ વચ્ચે, બોલીવુડના કિંગ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને સૌથી મોટું આશ્ચર્ય સર્જ્યું છે. આર્યન ખાનની દિગ્દર્શક તરીકેની પ્રથમ વેબ સિરીઝ 'ધ બેડ્સ ઓફ બોલીવુડ' 2025ની IMDb પર સૌથી લોકપ્રિય સિરીઝની યાદીમાં ટોચ પર રહી છે.
બુધવારે IMDb દ્વારા 2025માં વિશ્વભરના IMDb સબ્સ્ક્રાઇબર્સમાં સૌથી વધુ લોકપ્રિય 10 સિરીઝની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં આર્યન ખાનની સિરીઝે પ્રથમ સ્થાન મેળવ્યું છે.
IMDbની 2025ની ટોચની 10 લોકપ્રિય સિરીઝની યાદી:
ક્રમ સિરીઝનું નામ કલાકાર/દિગ્દર્શક
1 ધ બેડ્સ ઓફ બોલીવુડ (The Beds of Bollywood) આર્યન ખાન (દિગ્દર્શન)
2 બ્લેક વોરંટ (Black Warrant) ઝહાન કપૂર
3 પાતાલ લોક સીઝન 2 (Paatal Lok S2) જયદીપ અહલાવત
4 પંચાયત સીઝન 4 (Panchayat S4) જીતેન્દ્ર કુમાર
5 મંડલા મર્ડર્સ (Mandala Murders) વાણી કપૂર
6 ખૌફ (Khauf)
7 સ્પેશિયલ ઓપ્સ સીઝન 2 (Special Ops S2) કેકે મેનન
8 ખાકી: ધ બંગાળ ચેપ્ટર (Khakee: The Bengal Chapter)
9 ધ ફેમિલી મેન સીઝન 3 (The Family Man S3) મનોજ બાજપેયી
10 ક્રિમિનલ જસ્ટિસ: અ ફેમિલી મેટર (Criminal Justice: A Family Matter) પંકજ ત્રિપાઠી
આર્યન ખાને ખુશી વ્યક્ત કરી:
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને આ માન્યતા પર ખુશી વ્યક્ત કરતા એક નિવેદનમાં કહ્યું, "IMDb પર સૌથી લોકપ્રિય વેબ સિરીઝ તરીકે 'ધ બેડીઝ ઓફ બોલીવુડ'ને જોવું અદ્ભુત છે... કોઈ કૃત્રિમતા નહીં, કોઈ ઢોંગ નહીં, અમે વાર્તાને તે રીતે કહી જે રીતે કહેવામાં આવવી જોઈતી હતી, અને વિશ્વભરના પ્રેક્ષકોએ તેને જબરદસ્ત સમર્થન આપ્યું છે."
તેમણે ઉમેર્યું કે સોશિયલ મીડિયા પર શોની આસપાસનો ધમાલ એ સ્પષ્ટ સંકેત છે કે તે હવે સાંસ્કૃતિક વાતચીતનો ભાગ બની ગયો છે. આર્યને શોને આટલો લોકપ્રિય બનાવવા બદલ વિશ્વભરના દર્શકોનો આભાર વ્યક્ત કર્યો છે.
