<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 11th December 2025

૨૦૨૬માં વિવિધ વેબસિરીઝ ધુમ મચાવશે

પંચાયતથી લઇને હિરામંડી સુધીની સિરીઝની નવી સીઝન જોવા મળશે

મુંબઈ,તા.૧૧: હવે ૨૦૨૫નું વર્ષ પૂરું થવાની તૈયારી છે અને આ વર્ષે સ્‍ટ્રીમ થનારી મોટા ભાગની સિરીઝ આવી ગઈ છે કે આવવાની તૈયારીમાં છે. ત્‍યારે હવે દુનિયા નવા વર્ષના સ્‍વાગતની તૈયારી સાથે આ વર્ષે આવનારી નવી સિરીઝ અને જુની સિરીઝની નવી સીઝનની રાહ જોઈ રહી છે. આ વર્ષે પંચાયતની પાંચમી સીઝનથી લઇને હારમંડીની બીજી સીઝન, ધ ફેમિલીમેનની ચોથી સીઝનની આતુરતાથી રાહ જોવાશે. સાથે જ આ વર્ષે ઓટીટીના દર્શકોને કેટલીક સરપ્રાઇઝ પણ મળી શકે છે.

મનોજ બાજપાઈની ધ ફેમિલી મેનની ત્રીજી સીઝન થોડાં વખત પહેલાં જ સ્‍ટ્રીમ થવાની શરૂ થઈ છે અને આ સિરીઝને એવા અંત સાથે અટકાવવામાં આવી છે કે તેની ચોથી સીઝનની આતુરતા ઓર વધુ ગઈ છે. ચોથી સીઝનનો સંકેત મનોજ બાજપાઈએ પણ તેના ફેન્‍સને આપી દીધો છે. આ સિરીઝની ત્રીજી સીઝન સમગ્ર ૨૦૨૫માં સૌથી વધુ જોવાયેલી સિરીઝ બની ગઈ છે. આ સિરીઝમાં પહેલાંથી જ મનોજ બાજપાઈ, શારીબ હાશ્‍મી અને પ્રિયામણી જેવા સબળ કલાકારો હતાં, તેમાં હવે જયદીપ આહલાવત અને નિમ્રત કૌર પણ જોડાયાં છે. જોકે, હજુ આ સીઝનની ઓફિશીયલ જાહેરાત નથી થઈ, તેમજ તે ૨૦૨૬માં આવશે કે ૨૦૨૭માં એ પણ સ્‍પષ્ટ થયું નથી, પરંતુ આગળની કોઈ સીઝનની જેમ તેમાં આવનારી સીઝનની ઝલક અપાઈ નથી, તેથી આ જ સીઝનની વાતને ટૂંક સમયમાં આગળ વધારાશે એવી ચર્ચા છે.

આ એક એવી સિરીઝ છે, જેણે ગ્રામીણ ભારતના વિષય પરના કન્‍ટેન્‍ટની ઓટીટી પર શરૂઆત કરી હતી. તેની સાદગી અને દરેકને સ્‍પર્ષે એવી વાર્તાએ હજારો લોકોના દિલ જીતી લીધા છે. આ સિરીઝની પાંચમી સીઝન અંગે કોઈ સરપ્રાઇઝ નથી, તેની જાહેરાત પહેલાંથી જ થઈ ચુકી છે. તેથી દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે હવે સચિવજી ફુલેરામાં રહેશે કે નહીં, સાથે જ પ્રધાનજી, વિકાસ અને મંજુ દેવીનું જીવન હવે કઈ દીશામાં આગળ વધશે, એ જોવાની પણ આતુરતા છે. આ સિરીઝની પાંચમી સીઝન એમેઝોન પ્રાઇમ વીડિયો પર ૨૦૨૬માં આવી જશે. દર્શકો ફરીથી રઘુવીર યાદવ, નીના ગુપ્તા, સાન્‍વિકા, જિતેન્‍દ્ર કુમાર, ફૈઝલ મલિક અને ચંદન રોયને જોવા આતુર છે.

સંજય લીલા ભણસાલએ આ સિરીઝ સાથે ઓટીટીની દુનિયામાં ડેબ્‍યુ કર્યું છે. હીરામંડીઃ ધ ડાયમંડ બાઝાર તેમની પહેલી સીઝન હતી, જેની વાર્તા જેટલી રસપ્રદ હતી એટલી જ આ સિરીઝ તેમની ફિલ્‍મની જેમ જ ભવ્‍ય અને ઝાકઝમાળભરી અલગ દુનિયામાં જોવા મળી હતી. આ સિરીઝે પણ વ્‍યુઅરશિપના ઘણા રેકોર્ડ તોડી નાખ્‍યા હતા. નેટફિલક્‍સ પર અઠવાડિયાઓ સુધી આ સિરીઝ ટ્રેન્‍ડિંગ રહી હતી. તેના પાત્રો અને તેની લાહોરની તવાયફોની દુનિયા વિશે ઘણી ચર્ચાઓ થઈ હતી. આ સિરીઝ આવી એનાં થોડાં જ દિવસોમાં તેની બીજી સીઝનની જાહેરાત કરી દેવાઈ હતી. હાલ ભણસાલી તેમની ફિલ્‍મ લવ એન્‍ડ વોરમાં વ્‍યસ્‍ત છે, તેથી તેનું શૂટ ૨૦૨૬માં શરૂ થાય અને વર્ષના અંત સુધીમાં આ સિરીઝની બીજી સીઝન જોવા મળે એવી શક્‍યતા છે.

પાતાલ લોક એક એવી સિકીઝ છે,જેનાથી જયદીપ આહલાવત જેવના પ્રતિભાશાળી કલાકારનો વધુ લોકોને પરિચય થયો અને તે એક જાણીતો કલાકાર બની ગયો. ભ્રષ્ટાચાર, જાતિવાદ, સામાજિક ભેદભાવો અને સડી ગયેલા તંત્ર જેવા મુદ્દાને પ્રકાશમાં લાવતી આ સિરીઝની ત્રીજી સીઝન પાસે ઘણી અપેક્ષાઓ છે.  આ સિરીઝે જયદીપ આહલાવતને હાથીરામ તરીકે એક નવી ઓળખ આપી છે. તેની બે સીઝન ઘણી લોકપ્રિય થઈ છે, તેની ત્રીજી સીઝનની જાહેરાત હજુ નથી થઈ, પરંતુ દર્શકો હાથીરામની નવા પડકારો સાથે રાહ જુએ છે.

આ એક અમેરીકન સટાયરીકલ સુપરહિરો સિરીઝ છે, જેની પહેલી સીઝન આ જ નામની ગ૪થ એનિસ અને ડેરિક રોબર્ટસન દ્વારા લખાયેલી કોમિક બૂક પર આધારીત હતી. હવે તેની પાંચમી અને આખરી સીઝન આવી રહી છે, જે ૮ એપ્રિલ, ૨૦૨૬થી એમેઝોન પ્રાઇમ વીડિયો પર શરૂ થશે, જેના દર અઠવાડિયે નવા એપિસોડ આવશે અને તે ૨૦ મે સુધી ચાલશે.

આ ઉપરાંત રાજ એન્‍ડ ડીકેની રક્‍ત બ્રહ્માંડ પણ ૨૦૨૬માં આવી શકે છે, આ ઉપરાંત પંકજ ત્રિપાઠીની ક્રિમિનલ જસ્‍ટિસની પાંચમી સીઝન પણ જુલાઈ ૨૦૨૬ સુધીમમાં આવી શકે છે.

(10:04 AM IST)