<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 19th December 2025

ધુરંધરમાં દર્શાવાયેલું પાકિસ્‍તાનનું લયારી તૈયાર કરાયું હતું બેન્‍ગકોકમાં

પ્રોડક્‍શન ડિઝાઇનરે એક ઇન્‍ટરવ્‍યુમાં લયારીના આ સેટ વિશે ખુલાસો કર્યો

રણવીર સિહની ‘ધુરંધર' બોક્‍સ-ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. આ ફિલ્‍મની વાર્તાની સાથે-સાથે ફિલ્‍મનો પાકિસ્‍તાનના કરાચી શહેરના લયારી વિસ્‍તારનો સેટ બહુ ચર્ચામાં છે. હાલમાં પ્રોડક્‍શન ડિઝાઇનરે એક ઇન્‍ટરવ્‍યુમાં લયારીના આ સેટ વિશે ખુલાસો કર્યો છે. તેણે કહ્યું હતું કે ‘આ ફિલ્‍મ પાકિસ્‍તાનના લયારી વિસ્‍તારને દર્શાવે છે અને એનો સેટ થાઇલેન્‍ડના બેન્‍ગકોકમાં બનાવવામાં આવ્‍યો હતો.

અમારે માત્ર ૨૦ દિવસમાં ૬ એકરના વિસ્‍તારમાં સેટ તૈયાર કરવો હતો. અમે ભારતમાંથી વધુ લોકોને પ્‍લેનમાં બેસાડીને બેન્‍ગકોક લઈ જઈ શકતા નહોતા એટલે ત્‍યાંના લોકલ આર્ટિસ્‍ટ્‍સ સાથે મળીને કામ કરવું પડ્‍યું. થાઇલેન્‍ડના લગભગ ૫૦૦ લોકોએ સેટ બનાવવા માટે દિવસ-રાત મહેનત કરી. લયારીને દર્શાવતા મોટા ભાગના સીન બેન્‍ગકોકમાં શૂટ કરવામાં આવ્‍યા હતા.

જોકે કહાનીને વધુ ઊંડાણ આપવા માટે મુંબઈમાં પણ એક મોટો સેટ બનાવવામાં આવ્‍યો હતો. અમારા પાસે મોટા સ્‍ટાર્સ હતા અને તેમની જુલાઈ મહિનામાં શૂટિગ-ડેટ્‍સ મળી હતી. તેમની સાથે વરસાદના વાતાવરણમાં જુલાઈમાં મુંબઈમાં શૂટિગ કરવાનું શક્‍ય નહોતું. અમને ખૂબ મોટી જગ્‍યા જોઈતી હતી. અમે અનેક દેશોમાં લોકેશન્‍સ જોયાં, પરંતુ અંતે થાઇલેન્‍ડમાં એવી જગ્‍યા મળી જ્‍યાં અમે વિશાળ સેટ બનાવી શક્‍યા.

 

 

(9:58 AM IST)