અભિનેત્રી નોરા ફતેહીની કારને અકસ્માત:નશામાં ધૂત શખ્સે કારને ટક્કર મારી: એક્ટ્રેસને માથામાં ઈજા થઈ
નોરા મુંબઈમાં ડેવિડ ગુએટાના કોન્સર્ટમાં ભાગ લેવા માટે સનબર્ન ફેસ્ટિવલમાં જતી હતી ત્યારે તેની કારનો અકસ્માત થયો

મુંબઈ: એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી શનિવારે મુંબઈમાં એક રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. નોરા મુંબઈમાં ડેવિડ ગુએટાના કોન્સર્ટમાં ભાગ લેવા માટે સનબર્ન ફેસ્ટિવલમાં જઈ રહી હતી, ત્યારે તેની કારનો અકસ્માત થયો હતો, જેમાં એક્ટ્રેસને માથામાં ઈજા થઈ છે. રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી જ્યારે સનબર્ન ફેસ્ટિવલ માટે જઈ રહી હતી, ત્યારે નશામાં ધૂત એક શખ્સે પોતાની ગાડીથી નોરાની કારને ટક્કર મારી દીધી, જેના કારણે અભિનેત્રીને ઈજા થઈ. દુર્ઘટના બાદ નોરાની ટીમે તેને હોસ્પિટલે લઈ ગયા, જ્યારે એક્ટ્રેસનો સીટી સ્કેન પણ કરાવ્યો છે.
કહેવાય છે કે મામલો ડ્રક એન્ડ ડ્રાઈવનો છે. નશામાં ધૂત એક શખ્સે નોરાની કારને ટક્કર મારી દીધી, જે બાદ તેની ટીમ તરત તેને નજીકની એક હોસ્પિટલમાં લઈ ગઈ. આ રોડ દુર્ઘટનામાં અભિનેત્રીના માથામાં ઈજા થઈ છે. હાલમાં ડોક્ટરે અભિનેત્રીને આરામ કરવાની સલાહ આપી છે. પણ નોરાએ કામ પર પરત ફરવાની જીદ પકડી અને સનબર્ન 2025માં પોતાની હાજરી આપવા માટે રવાના થઈ ગઈ.
