<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Sunday, 21st December 2025

ઈમરાન હાશ્મીના પેટના ટિશ્યૂ ફાટ્યા: 'આવારાપન 2'ના સેટ પર ગંભીર અકસ્માત છતાં અભિનેતાએ ચાલુ રાખ્યું શૂટિંગ

ખતરનાક એક્શન સીન દરમિયાન સર્જાયો કરૂણ અકસ્માત, ઈમરાનની ઈમરજન્સી સર્જરી કરવી પડી; ડોક્ટરોની આરામની સલાહ ફગાવી રાજસ્થાનના રણમાં 'શિવમ પંડિત'ના અવતારમાં પરસેવો પાડી રહ્યો છે બોલિવૂડનો સિરિયલ કિસર

જયપુર : બોલિવૂડના 'સીરિયલ કિસર' તરીકે જાણીતા અને હવે પાવરફુલ એક્ટર તરીકે ઉભરી આવેલા ઈમરાન હાશ્મીના ચાહકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પોતાની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘આવારાપન 2’ ના શૂટિંગ દરમિયાન એક જોખમી સ્ટંટ કરતી વખતે ઈમરાન ગંભીર રીતે ઘાયલ થયો હતો. એક્શન સીન દરમિયાન તેના પેટના ટિશ્યૂ ફાટી જવાની ગંભીર ઈજા થઈ હતી. પરિસ્થિતિ એટલી નાજુક હતી કે તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જઈને સર્જરી કરાવવી પડી હતી. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સોશિયલ મીડિયા પર ફેન્સ તેના જલ્દી સાજા થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

ઈજાની ગંભીરતા અને સર્જરી બાદ ડોક્ટરોએ ઈમરાનને સંપૂર્ણ બેડ રેસ્ટની સલાહ આપી હતી, પરંતુ ફિલ્મો પ્રત્યેના પોતાના અનોખા જોશ માટે જાણીતા ઈમરાને કંઈક અલગ જ નિર્ણય લીધો. ફિલ્મના પ્રોડક્શન શેડ્યૂલને લાખોનું નુકસાન ન થાય તે માટે તેણે દુખાવાની પરવા કર્યા વગર શૂટિંગ ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. હાલમાં રાજસ્થાનના ધગધગતા રણમાં ફિલ્મનું કામ ચાલી રહ્યું છે, જ્યાં મેડિકલ ટીમ સતત તેની દેખરેખ રાખી રહી છે. મેકર્સ દ્વારા તેના એક્શન સીન્સને એડજસ્ટ કરવામાં આવ્યા છે જેથી તેના ટાંકા પર વધુ દબાણ ન આવે.

વર્ષ 2007માં આવેલી ‘આવારાપન’ ફિલ્મ ઈમરાનના કરિયરની બેસ્ટ ફિલ્મોમાંની એક ગણાય છે. તેના 'શિવમ પંડિત'ના પાત્ર અને ફિલ્મના સુપરહિટ ગીતો આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે. લગભગ 18 વર્ષ બાદ આ કલ્ટ ક્લાસિક ફિલ્મની સિક્વલ બની રહી છે, ત્યારે ઈમરાન તેને પરફેક્ટ બનાવવા માટે પોતાનું લોહી-પરસેવો એક કરી રહ્યો છે. એપ્રિલ 2026માં રિલીઝ થનારી આ ફિલ્મમાં મોહિત સૂરી ફરી એકવાર ઈમોશન અને હાર્ડકોર એક્શનનો તડકો લગાવવા જઈ રહ્યા છે, જેની ઝલક ઈમરાનની આ પ્રતિબદ્ધતામાં જોવા મળી રહી છે.

ઈમરાન હાશ્મી હાલમાં સખત મહેનત કરી રહ્યો છે, તેની છેલ્લી ફિલ્મ ‘હક’માં પણ તેના અભિનયના ખૂબ વખાણ થયા હતા. હવે તેની નજર ‘આવારાપન 2’ અને આગામી વેબ સીરિઝ ‘તસ્કરી’ પર છે. ઈજા છતાં કામ પ્રત્યેની તેની આ દીવાનગી જોઈને ફિલ્મ યુનિટ અને તેના સાથી કલાકારો પણ આશ્ચર્યચકિત છે. બોલિવૂડમાં જ્યાં નાની ઈજામાં એક્ટરો મહિનાઓ સુધી રજા લઈ લેતા હોય છે, ત્યાં ઈમરાનનું આ સાહસ ખરેખર બિરદાવવા લાયક છે.

(12:55 PM IST)