News of Thursday, 25th December 2025
વિખ્યાત અભિનેતા આશુતોષ રાણાનું નાટક ‘હમારે રામ'ભજવાયું

રાજકોટઃ ફેલિસિટી દ્વારા ‘હમારે રામ' નાટકનો રાજકોટમાં આઠમો પ્રયોગ હતો. વિખ્યાત અભિનેતા આશુતોષ રાણાને રાહુલ ભુચર એ નાટક ભજવ્યું, આ નાટકમાં સનાતન સંસ્કૃતિને સુંદર રીતે રજુ કરવામાં આવેલ. આ નાટકમાં આશુતોષ રાણા, રાહુલ ભૂચર, તરુણ ખન્ના, કરણશર્મા, અમ્રિતા પરિહાર, આસ્થા ચાવલા, દિપ્તીકુમારી, દિયા મલ્હોત્રા, દીક્ષા રૈના, ને સીમરન મલ્હોત્રાએ અભિનય આપેલ હતો.
રાવણના પાત્રમાં આશુતોષ રાણાની ગર્જનાભરી અભિનયશકિત, શ્રી રામ તરીકે રાહુલ બુચરની શાંત-ગંભીર છબી અને મહાદેવ રૂપે તરુણ ખન્નાએ દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
(2:32 PM IST)
