19 ડિસેમ્બરે રિલીઝ થયેલી જેમ્સ કેમેરોનની ફિલ્મે એક અઠવાડિયામાં 109 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી : આઠમા દિવસે ફિલ્મએ 7.65 કરોડ રૂપિયાની કમાણી કરી
જેમ્સ કેમેરોન દ્વારા ડાયરેક્ટ આ ફિલ્મ ફ્રેન્ચાઇઝની દરેક ફિલ્મ ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવે છે તેનો પાછલો ભાગ 'અવતાર: ધ વે ઓફ વોટર' એ ભારતમાં 391.40 કરોડની કમાણી કરી'તી
નવી દિલ્હી : જેમ્સ કેમેરોનની સાયન્સ-ફાઇ ફિલ્મ સીરિઝ 'અવતાર'નો ત્રીજો ભાગ "ધુરંદર" જેવી બ્લોકબસ્ટર ફિલ્મો છતાં ભારતમાં જોરદાર નફો કરી રહ્યો છે. ફિલ્મ રિલીઝ થયાના નવ દિવસ પછી પણ તે બોક્સ ઓફિસ પર અન્ય ભારતીય ફિલ્મો કરતાં વધુ કમાણી કરી રહી છે. 19 ડિસેમ્બરે રિલીઝ થયેલી જેમ્સ કેમેરોનની ફિલ્મે એક અઠવાડિયામાં 109 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આઠમા દિવસે ફિલ્મે 7.65 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
અવતાર 3 બોક્સ ઓફિસ કલેક્શન
અવતાર 3 એ વિશ્વભરના બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મે માત્ર એક અઠવાડિયામાં 5000 કરોડથી વધુની કમાણી કરી છે, જેમાં વિદેશી કમાણી 3800 કરોડ છે.
આ ફિલ્મ પેન્ડોરા નામના ગ્રહની વાર્તા છે. જેમ્સ કેમેરોન દ્વારા ડાયરેક્ટ આ ફિલ્મ ફ્રેન્ચાઇઝની દરેક ફિલ્મ ભારતમાં ખૂબ પસંદ કરવામાં આવે છે. તેનો પાછલો ભાગ 'અવતાર: ધ વે ઓફ વોટર' એ ભારતમાં 391.40 કરોડની કમાણી કરી હતી.
અવતારની આગામી સિરીઝ
એન્ટરટેઈનમેન્ટ વીકલીએ અહેવાલ આપ્યો છે કે કેમેરોનની અવતાર ફ્રેન્ચાઇઝી બે વધુ રિલીઝ માટે સુનિશ્ચિત થયેલ છે, જેમાં અવતાર 4 2029 માં રિલીઝ થશે, અને અવતાર 5 2031 માં રિલીઝ થશે. અવતાર 4 નો એક નાનો ભાગ 2 અને 3 ના નિર્માણ દરમિયાન શૂટ થઈ ચૂક્યો છે.
