<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 2nd January 2026

૨૦૨૫ના દુનિયાના સૌથી સુંદર ચહેરાઓમાં હરનાઝ સંધુ, પ્રિયંકા ચોપડા અને પૂજા હેગડેનો સમાવેશ

મુંબઇ તા.૨: હાલમાં અમેરિકન સંસ્‍થા ટીસી કેલેન્‍ડર દ્વારા ૨૦૨૫ માટેની ‘૧૦૦ મોસ્‍ટ બ્‍યુટિફુલ ફેસિસ'ની યાદી જાહેર કરવામાં આવી છે. દર વર્ષે એક લાખથી વધુ મહિલા સેલિબ્રિટીઝમાંથી માત્ર ૧૦૦ ચહેરાઓને આ યાદીમાં સ્‍થાન મળે છે. આ પસંદગી વખતે માત્ર સુંદરતા જ નહીં પણ શાલીનતા, વર્તન, મૌલિકતા, જુસ્‍સો અને ગંભીરતા જેવા ગુણોને પણ ધ્‍યાનમાં લેવામાં આવે છે.

આ યાદીમાં ભારતની ત્રણ સુંદરીઓ પણ સામેલ છે. આ યાદીમાં મિસ યુનિવર્સ ૨૦૨૧ હરનાઝ સંધુએ પંચાવનમું સ્‍થાન મેળવ્‍યું છે અને તે સતત ત્રીજા વર્ષે આ યાદીમાં સામેલ છે. પ્રિયંકા ચોપડાને આ લિસ્‍ટમાં ૬૭મું સ્‍થાન મળ્‍યું છે અને તે સતત ૮ વર્ષથી આ યાદીમાં સ્‍થાન મેળવી રહી છે. એ સિવાય ઍક્‍ટ્રેસ પૂજા હેગડેને ૮૧મું સ્‍થાન મળ્‍યું છે અને તે પણ સતત ૪ વર્ષથી આ યાદીમાં પોતાનું સ્‍થાન જાળવી રહી છે.(૩૮.૪)

 

 

(10:06 AM IST)