ઇક્કીસ‘ની ખુબ સારી શરૂઆતઃ જો કે ‘ધુરંધર' હજુ પણ કમાણીના ઘોડે સવાર
અમિતાભ બચ્ચના દોહિત્ર અગત્સ્ય નંદા અને અક્ષયકુમારની ભત્રીજી સિમર ભાટીયાની બોલીવૂડમાં એન્ટ્રી સાથે જમાવટ કાર્તિક આર્યનની તું મેરા મૈં તેરીને ઇક્કસે ૯ કરોડની કમાણી સાથે પાછળ રાખી દીધીઃ ધુરંધરની કુલ કમાણી ૭૪૩ કરોડથી વધુ

મુંબઇ તા. ૩: વર્ષ ૨૦૨૬ના પ્રારંભે રિલીઝ થયેલી વોર-ડ્રામા ફિલ્મ ઈક્કીસએ બોક્સ ઓફિસ પર તેની સફર શરૂ કરી દીધી છે. શ્રીરામ રાઘવનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા અને સિમર ભાટિયાએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે દિગ્ગજ અભિનેતા સ્વ. ધર્મેન્દ્રની આ અંતિમ ફિલ્મ રહી છે. ઈક્કીસ ફિલ્મે તેના પહેલા દિવસે ૭ કરોડની શાનદાર ઓપનિંગ મેળવી હતી, જોકે બીજા દિવસે કલેક્શનમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે ફિલ્મે અંદાજે ૨.૧ કરોડની કમાણી કરી છે, જેની સાથે તેનું કુલ બે દિવસનું કલેક્શન ૯.૧ કરોડ સુધી પહોંચ્યું છે. આ સિવાયની ફિલ્મો ઉપર ધૂરંધરની અસર પણ છે.
બોક્સ ઓફિસ પર ઇક્કીસનને ધુરંધર જેવી બ્લોકબસ્ટર ફિલ્મ સામે સખત ટક્કર મળી રહી છે. રણવીર સિંહ સ્ટારર ધુરંધર તેના પાંચમા અઠવાડિયામાં હોવા છતાં પણ શુક્રવારે ૪.૩ કરોડ કમાવવામાં સફળ રહી છે, જે નવા રિલીઝ થયેલા વોર ડ્રામા કરતા પણ વધુ છે. બીજી તરફ અગસ્ત્યની આ ફિલ્મે કાર્તિક આર્યનની રોમેન્ટિક ફિલ્મ તુ મેરી મેં તેરાને કમાણીના મામલે પાછળ છોડી દીધી છે. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધના શહીદ અરૂણ ખેત્રપાલના જીવન પર આધારિત આ ફિલ્મને વિવેચકો તરફથી ઘણી -શંસા મળી રહી છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે વીકેન્ડ દરમિયાન આ ફિલ્મ કેટલી ઝડપ પકડે છે. ઇક્કીસ સ્વ. ધર્મેન્દ્રની અંતિમ ફિલ્મ છે. તો નવા કલાકારોમાં અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદા અને અક્ષય કુમારની ભત્રીજી સિમર ભાટિયાએ બોલિવૂડમાં પદાર્પણ કર્યું છે.
બીજી તરફ ધુરંધર પાંચમાં અઠવાડિયામાં હોવા છતાં પણ મજબુત છે. આ ફિલ્મનું કુલ કલેક્શન રૂ ૭૪૩.૩ કરોડ સુધી પહોંચી ગયું છે. તુ મેરી મેં તેરા કાર્તિક આર્યનની ફિલ્મ છે. આ ફિલ્મને ઇક્કીસે પાછળ છોડી દીધી છે. કાર્તિકની આ ફિલ્મે શુક્રવારે ૧ કરોડથી પણ ઓછી કમાણી કરી છે.
