<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 5th January 2026

પામ સ્‍પ્રિંગ્‍સ ફિલ્‍મ ફેસ્‍ટિવલ સાથે હોલીવુડમાં એવોર્ડ સીઝનનો પ્રારંભ

 

પામસ્‍પ્રિંગ્‍સ ઈન્‍ટરનેશનલ ફિલ્‍મ ફેસ્‍ટિવલ એવોર્ડસ નાઈટ ગાલાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં હોલીવુડના મોટા સ્‍ટાર્સ અને અનેક નવી પ્રતિભાઓ હાજર રહી હતી. આ ગાલાને એવોર્ડ સીઝનનો મહત્ત્વપૂર્ણ પ્રારંભિક કાર્યક્રમ માનવામાં આવે છે. ટિમોથી શેલામેનને ફિલ્‍મ માર્ટી સુપ્રીમ માટે સ્‍પોટલાઈટ એક્‍ટર ઓફ ઘ યર એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો. લિયોનાર્ડો ડી કેપ્રિયોને ફિલ્‍મ ફિલ્‍મ વન બેટલ આફટર અનધર માટે ડેઝર્ટ પામ એચીવમેન્‍ટ એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યો હતો. માઈકલ બી જોર્ડનને ફિલ્‍મ સિનર્સ માટે આઈકન એવોર્ડ મળ્‍યો હતો. કેટ હડસનને પણ આઈકન એવોર્ડ એનાયત કરવામાં આવ્‍યો હતો.

(10:24 AM IST)