મહાકુંભની ભૂરી આંખોવાળી છોકરીએ ફિલ્મનું શૂટિંગ શરુ કર્યુ
હીરોઈન બની ગઈ મોનાલિસા : ફિલ્મમાં મોનાલિસાનું પાત્ર એક સામાન્ય છોકરીનું છે તો વળી અભિષેક ત્રિપાઠી રાજ નામના છોકરાના પાત્રમાં દેખાઈ રહ્યો છે, જેમની જિંદગીમાં મોનાલિસાના પાત્રની એન્ટ્રી થાય છે

મુંબઈ,તા.૦૬: મહાકુંભના મેળા દરમ્યાન પોતાની ભૂરી આંખોને લઈને ચર્ચામાં આવેલી મોનાલિસા દરરોજ કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. હવે તે પોતાની ફિલ્મને લઈને ચર્ચામાં છે. જી હા, મોનાલિસા પોતાની ફિલ્મી ઇનિગ્સ શરુ કરવા માટે તૈયાર છે. મોનાલિસા ટૂંક સમયમાં સનોજ મિશ્રાની ડાયરી ઓફ મણિપુરમાં દેખાશે. જેમાં તેની સાથે અભિષેક ત્રિપાઠી લીડ રોલમાં છે. મોનાલિસાના વાયરલ થતાં જ સનોજ મિશ્રાએ તેને પોતાની ફિલ્મ માટે સાઇન કરી લીધી હતી અને વાયરલ ગર્લે પોતાની અપકમિગ ફિલ્મનું શૂટિંગ પણ શરુ કરી દીધું હતું. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. મોનાલિસા અને અભિષેક ત્રિપાઠીની જોડી પડદા પર નોર્થ ઈસ્ટની સંવેદનશીલ પરિસ્થિતિ પર આધારિત છે, તેની સાથે આ બંનેની ફિલ્મ દુનિયામાં પણ શરુઆત છે.
સામે આવેલી તસવીરોમાં મોનાલિસા અને અભિષેક ત્રિપાઠીની જબરદસ્ત બોન્ડિંગ જોવા મળી રહી છે. જ્યાં મોનાલિસાની પહેલી ફિલ્મ છે, તો અભિષેક ત્રિપાઠીની પણ આ ફિલ્મથી એક્ટિંગમાં ડેબ્યૂ કરી રહ્યો છે. સનોજ મિશ્રાએ ખુદ સોશિયલ મીડિયા પર શૂટિગની ઝલક શેર કરી છે, જેમાં મોનાલિસા અને અભિષેક ત્રિપાઠીની વચ્ચે અમુક ખાસ અને રોમેન્ટિક મોમેન્ટ્સ જોવા મળી છે. થોડા દિવસ પહેલા સનોજ મિશ્રાએ આ તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને ફિલ્મના કન્ટેન્ટથી સૌને માહિતગાર કર્યા હતા.
ફિલ્મમાં મોનાલિસાનું પાત્ર એક સામાન્ય છોકરીનું છે તો વળી અભિષેક ત્રિપાઠી રાજ નામના છોકરાના પાત્રમાં દેખાઈ રહ્યો છે, જેમની જિદગીમાં મોનાલિસાના પાત્રની એન્ટ્રી થાય છે. આ ફિલ્મના શૂટિંગ પહેલા મોનાલિસાએ એક્ટિંગના ક્લાસ પણ કર્યા છે, જેની ઝલક સોશિયલ મીડિયા પર જોવા મળતી હતી. વળી અભિષેકે આ પાત્ર માટે રિસર્ચ કર્યું જેથી એક તૂટેલા માણસની મનોવૈજ્ઞાનિક સ્થિતિને સમજી શકે.
મૂળ મધ્ય પ્રદેશની રહેવાસી મોનાલિસાની વાત કરીએ તો તે મહાકુંભ દરમ્યાન પહેલી વાર લોકોની નજરમાં આવી હતી. ઘાટ કિનારે માળા વેચતો તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને લોકો તેની આંખોના રંગ અને સાદગી પર ફિદા થઈ ગયા હતા. આ વાયરલ વીડિયોએ મોનાલિસાની જોળીમાં પહેલી ફિલ્મ આપી અને તેને બોલિવૂડ નિર્દેશક સનોજ મિશ્રાની ફિલ્મ ધ ડાયરી ઓફ મણિપુરમાં પહેલો મોકો મળ્યો. તો વળી મોનાલિસાની સાથે અભિષેક ત્રિપાઠીની પણ આ પહેલી ફિલ્મ છે, જેની સાથે તે દર્શકોના દિલો પર રાજ કરવા માટે તૈયાર છે.(૪૦.૬)
