પ્રિયંકા ચોપરાનો હોલીવુડમાં ધમાકેદાર 'પાઇરેટ' અવતાર: 'ધ બ્લફ'માં 'બ્લડી મેરી' બનીને દુશ્મનોના છક્કા છોડાવશે દેશી ગર્લ
1700 ના દાયકાની ખતરનાક દરિયાઈ દુનિયા, કાર્લ અર્બન સાથે ટક્કર અને એક માતાની રક્ષક બનવાની ગાથા; 25 ફેબ્રુઆરીએ પ્રાઇમ વિડીયો પર થશે રિલીઝ

લોસ એન્જલસ, તા. 08 : બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની એક્ટિંગનો લોખંડ મનાવનાર પ્રિયંકા ચોપરા જોનાસ ફરી એકવાર વિશ્વ સ્તરે છવાઈ જવા તૈયાર છે. તેની આગામી મચ-અવેટેડ હોલીવુડ ફિલ્મ 'ધ બ્લફ' (The Bluff) માંથી પ્રિયંકાનો ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ ફિલ્મમાં પ્રિયંકા કોઈ ગ્લેમરસ રોલમાં નહીં, પરંતુ 1700ના દાયકાની એક ઘાતક ચાંચિયા (Pirate) ના અવતારમાં જોવા મળશે.
પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મના ફોટા શેર કરતા પોતાના પાત્રનો પરિચય 'બ્લડી મેરી' તરીકે આપ્યો છે. તેણે લખ્યું, "માતા. રક્ષક. ચાંચિયો. બ્લડી મેરીને મળો." વાયરલ થયેલા ફોટામાં પ્રિયંકા કઠોર લુકમાં અને એક્શન મોડમાં જોવા મળી રહી છે, જ્યાં તે જાણીતા હોલીવુડ અભિનેતા કાર્લ અર્બન સાથે લડતી નજરે પડે છે.
વાસ્તવિક ચાંચિયાઓની વાર્તા:
પ્રિયંકાએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 'ધ બ્લફ' એ 'પાઈરેટ્સ ઓફ ધ કેરેબિયન' જેવી કાલ્પનિક ફિલ્મ નથી, પરંતુ 1700ના દાયકામાં ચાંચિયાઓનું જીવન ખરેખર કેટલું મુશ્કેલ અને વાસ્તવિક હતું તે દર્શાવવાનો પ્રયાસ છે.
· પાત્ર: પ્રિયંકા એક પૂર્વ ચાંચિયાની ભૂમિકામાં છે, જેનો ભૂતકાળ તેને ફરી મુશ્કેલીમાં મૂકે છે.
· રિસર્ચ: આ ભૂમિકા માટે પ્રિયંકાએ આઇરિશ મહિલા ચાંચિયો ગ્રેસ ઓ'મેલીના જીવનનો અભ્યાસ પણ કર્યો છે.
· લોકેશન: ફિલ્મનું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં થયું છે, પરંતુ તેની વાર્તા કેમેન ટાપુઓ પર સેટ છે, જ્યાં તે સમયે ભારત, આફ્રિકા અને સ્કોટલેન્ડના લોકોનું મિશ્રણ જોવા મળતું હતું.
મોટું પ્રોડક્શન અને સ્ટાર કાસ્ટ:
એમેઝોન એમજીએમ સ્ટુડિયોના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્દેશન ફ્રેન્ક ઇ. ફ્લાવર્સ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મના પ્રોડ્યુસર્સમાં પ્રખ્યાત રુસો બ્રધર્સ (એવેન્જર્સ ફેમ) નો પણ સમાવેશ થાય છે. ફિલ્મમાં પ્રિયંકા અને કાર્લ અર્બન ઉપરાંત ટેમુએરા મોરિસન પણ મહત્વની ભૂમિકામાં છે.
એક્શન, ડ્રામા અને ભાવનાત્મક સંઘર્ષથી ભરપૂર 'ધ બ્લફ' 25 ફેબ્રુઆરી, 2026 ના રોજ પ્રાઇમ વિડીયો પર ઓનલાઇન રિલીઝ થશે. ચાહકો હવે પ્રિયંકાને આ આકરા અને પાવરફુલ અંદાજમાં જોવા માટે આતુર છે.
