<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Sunday, 11th January 2026

બોક્સ ઓફિસ પર 'ધુરંધર'નું વાવાઝોડું: ૧,૨૬૭ કરોડની કમાણી સાથે વિશ્વભરમાં ડંકો વગાડ્યો, આરઆરઆરનો રેકોર્ડ તોડવાની તૈયારી

'દંગલ', 'બાહુબલી ૨' અને 'પુષ્પા ૨' બાદ વૈશ્વિક સ્તરે સૌથી વધુ કમાણી કરનારી આ ચોથી ભારતીય ફિલ્મ બનવા તરફ મક્કમ ગતિએ આગળ વધી રહી છે: સોશિયલ મીડિયા પર પણ ફિલ્મ માટે જબરદસ્ત ક્રેઝ

નવી દિલ્હી: ભારતીય ફિલ્મ 'ધુરંધર' વૈશ્વિક સ્તરે ધૂમ મચાવી રહી છે. ફિલ્મે વિશ્વ ફલક ઉપર અત્યાર સુધીમાં ૧,૨૬૭.૬૫ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે અને તે સૌથી વધુ કમાણી કરનારી ચોથી ભારતીય ફિલ્મ બનવા જઈ રહી છે.

 

ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે આનંદના સમાચાર છે. ફિલ્મ 'ધુરંધર'એ બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી છે અને કમાણીના નવા શિખરો સર કર્યા છે. તાજા મળેલા આંકડા અનુસાર, આ ફિલ્મે વિશ્વભરમાં કુલ ૧,૨૬૭.૬૫ કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કર્યું છે. આ ફિલ્મને વિવેચકો અને દર્શકો તરફથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

 

ખાસ વાત એ છે કે આ ફિલ્મ હવે બ્લોકબસ્ટર ફિલ્મ 'આરઆરઆર' (RRR) ના લાઈફટાઈમ કલેક્શનના રેકોર્ડને તોડવાથી માત્ર ૭.૮૭ કરોડ રૂપિયા જ દૂર છે. ટ્રેડ પંડિતોના મતે આગામી થોડા જ દિવસોમાં આ રેકોર્ડ તૂટી જશે. 

 

આ સાથે જ 'દંગલ', 'બાહુબલી ૨' અને 'પુષ્પા ૨' બાદ વૈશ્વિક સ્તરે સૌથી વધુ કમાણી કરનારી આ ચોથી ભારતીય ફિલ્મ બનવા તરફ મક્કમ ગતિએ આગળ વધી રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ ફિલ્મને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે.

 

(10:14 AM IST)