<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 15th January 2026

તારા સુતારિયા સાથે બ્રેકઅપના અહેવાલો વચ્ચે વીર પહારિયાની ઈમોશનલ પોસ્ટ: "વક્ત બુરા હો યા અચ્છા, બદલતા ઝરૂર હૈ...", શું એપી ધિલ્લોન સાથેના કિસ્સાએ જોડી તોડી?

ઈન્સ્ટાગ્રામ પર વીરની રહસ્યમયી નોટે ચાહકોમાં જગાવી ચિંતા; એરપોર્ટ પર પણ તારા વિના એકલો જોવા મળ્યો અભિનેતા, સોશિયલ મીડિયા પર ફેન્સ કરી રહ્યા છે પેચ-અપની વિનંતી

મુંબઈ: બોલિવૂડની ગ્લેમરસ ગર્લ તારા સુતારિયા અને વીર પહારિયાના સંબંધોમાં ભંગાણ પડ્યું હોવાની અફવાઓ અત્યારે ટોક ઓફ ધ ટાઉન બની છે. આ મહિનાની શરૂઆતથી જ બંને અલગ થયા હોવાના અહેવાલો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ અફવાઓ વચ્ચે વીર પહારિયાએ બુધવારે રાત્રે તેના ઇન્સ્ટાગ્રામ પર એક રહસ્યમયી પોસ્ટ શેર કરી છે, જેણે ચાહકોને વિચારતા કરી દીધા છે.
સમયના પરિવર્તન પર વીરની સૂચક નોંધ
'સ્કાય ફોર્સ' ફેમ અભિનેતા વીર પહારિયાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું, “વક્ત બુરા હો યા અચ્છા, એક ના એક દિન બદલતા ઝરૂર હૈ...” (સમય ખરાબ હોય કે સારો, એક દિવસ બદલાય જરૂર છે). વીરની આ પોસ્ટ જોતા જ ચાહકોએ અંદાજ લગાવવાનું શરૂ કરી દીધું છે કે તે તારા સાથેના બ્રેકઅપના દર્દમાંથી પસાર થઈ રહ્યો છે. ઘણા યુઝર્સે કોમેન્ટમાં લખ્યું કે, "વીર, તમે અને તારા સાથે બહુ સારા લાગતા હતા, પ્લીઝ ફરી સાથે આવી જાઓ."
શું એપી ધિલ્લોનનો કોન્સર્ટ ડ્રામા કારણભૂત?
ચર્ચા એવી છે કે તાજેતરમાં મુંબઈમાં યોજાયેલા એપી ધિલ્લોનના કોન્સર્ટમાં ગાયકે સ્ટેજ પરથી તારાને ગળે લગાવી અને ચુંબન કર્યું હતું. આ ઘટનાના થોડા દિવસો બાદ જ તારા અને વીર વચ્ચે અંતર વધ્યું હોવાનું મનાય છે. જોકે, હજુ સુધી આ બંને સિતારાઓમાંથી કોઈએ પણ બ્રેકઅપ અંગે સત્તાવાર મહોર મારી નથી, પરંતુ સોશિયલ મીડિયા પરની તેમની એક્ટિવિટી ઘણું બધું કહી જાય છે.
એરપોર્ટ પર પણ એકલો જોવા મળ્યો વીર
તાજેતરમાં જ વીર પહારિયા તેના ભાઈ શિખર પહારિયા અને જાહ્નવી કપૂર સાથે વેકેશન માણીને પરત ફર્યો હતો. પ્રાઈવેટ એરપોર્ટ પર વીર જ્યારે જોવા મળ્યો ત્યારે તેની સાથે તારા સુતારિયા ગેરહાજર હતી. સામાન્ય રીતે દરેક ટ્રિપ પર સાથે જોવા મળતી આ જોડીનું અલગ હોવું બ્રેકઅપની વાતને વધુ મજબૂત બનાવી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ જોડી ખરેખર અલગ થઈ ગઈ છે કે આ માત્ર એક કામચલાઉ અણબનાવ છે.

(8:00 PM IST)