બોર્ડર ૨નું ટ્રેલર લોન્ચઃ સની દેઓલના ડાયલોગ્સે જીતી લીધું દિલઃ મોજ પડે તેવું
બોર્ડર ૨ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું : સની દેઓલના જૂના અંદાજને જોઈને ફેન્સ પણ ઝૂમી ઉઠ્યા અને ખુબ વખાણ કરી રહ્યા છે

મુંબઇ તા.૧૬: સની દેઓલ સ્ટારર ફિલ્મ બોર્ડર ૨નું ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ગણતરીના કલાકોમાં સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે. સની દેઓલનો એ જ જુનો પિચ અવાજને સાંભળીને ફેન્સ જૂની ફિલ્મને યાદ કરી રહ્યા છે.ફિલ્મ ૨૩મી જાન્યુઆરીના રોજ થિયેટર્સમાં રિલીઝ થવા માટે તૈયાર છે. પણ આ પહેલા જ ફિલ્મ ટ્રેન્ડ કરવા લાગી છે. લોકોએ આ ટ્રેલરને શેર કરીને લખ્યું કે, સમય બદલાયો છે લાગણીઓ નહીં. લોકોને ફિલ્મનું ટ્રેલર ગમ્યું છે અને ઘણા વખાણ પણ કરી રહ્યા છે. જો કે ઘણા લોકોએ તેના વીએફએક્સ પર વાંધો ઉઠાવ્યો છે.
એક્સ પર લોકોએ ફિલ્મના ટ્રેલરને શેર કર્યું છે અને ખુબ વખાણ કર્યા છે. લોકોએ ટ્રેલરમાં ગર્જના કરતા સની દેઓલ જોયા તો બોર્ડરની યાદ આવી ગઈ અને દેશના વીર સપૂતોને નમન કરતા એક ફેને લખ્યું કે, યુદ્ધ ખતમ થઈ ગયુ અને જીતનિ વિરાસત ચાલુ છે. સાથે જ ફિલ્મમાં એક જોરદાર પાત્ર ભજવી રહેલા વરુણ ધવનને પણ લોકોએ પસંદ કર્યો છે. ગત દિવસોમાં રિલીઝ થયેલા ગીત સંદેશે આતે હૈ ને લઈને ઓનલાઈન ટ્રોલ કરવામાં આવ્યું છે. પણ હવે ટ્રેલરમાં તેમની એક્ટિંગ જોઈ ફેન્સ ખુશ થઈ ગયા અને વખાણ પણ કરી રહ્યા છે.
૧૯૯૭માં રિલીઝ થયેલી ફિલ્મૅ બોર્ડર જેપી દત્તાની શ્રેષ્ઠ રચનાઓમાંની એક માનવામાં આવે છે. આ ફિલ્મ દેશભક્તિનો પર્યાય બની ગઈ તેના પાત્રો, દ્રશ્યો અને સંવાદો ફિલ્મ પ્રેમીઓના મનમાં કોતરાઈ ગયા. હવે બોર્ડર ૨નું ટ્રેલર આવી ગયું છે અને લોકો સ્ટોરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સ્ટોરી ૧૯૯૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે જે તેમના દેશ માટે બહાદુર ભારતીય સૈનિકોના બલિદાન અને ઉત્સાહને દર્શાવે છે. ફિલ્મમાં સની દેઓલ ફરી એકવાર પોતાના શક્તિશાળી અવાજથી ચમકી રહ્યા છે. દિલજીત દોસાંઝ, વરુણ ધવન, અહાન શેટ્ટી અને પરમવીર ચીમા પણ જોવા મળશે. આ ફિલ્મ ૨૩ જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
