News of Saturday, 17th January 2026
સુનીલ ગ્રોવર ગોળ રોટલી બનાવવામાં એક્સપર્ટ

મુંબઇ તા.૧૭: કોમેડિયન સુનીલ ગ્રોવરે હાલમાં પોતાના સોશ્યલ મીડિયા પર એક વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે જમીન પર બેસીને દેશી અંદાજમાં ચૂલા પર રોટલી બનાવતો જોવા મળે છે. આ વિડિયોમાં સુનીલ માથા પર ટોપી પહેરીને જમીન પર બેઠો છે અને બાજુમાં ચૂલો સળગી રહ્યો છે. સુનીલ બહુ શાંતિથી ચૂલા પર રોટલી શેકી રહ્યો છે અને ખાસ વાત તો એ છે કે તે જે રોટલી બનાવી રહ્યો છે એ એકદમ ગોળ અને પર્ફેક્ટ હતી. સુનીલની આવી રોટલીઓ જોઈને ફેન્સ તેને માટે ગર્વ અનુભવી રહ્યા છે.
(1:35 PM IST)
