<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 17th January 2026

એકતા કપૂરની લોકપ્રિય ટીવી સીરિયલ ‘કસમ સે’ને 20 વર્ષ પૂર્ણ થયા

મુંબઇ:પ્રખ્યાત ટીવી અને બોલિવૂડ નિર્માતા એકતા કપૂરની લોકપ્રિય સિરિયલ “કસમ સે” એ રિલીઝના 20 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ પ્રસંગે એકતા કપૂરે યાદો તાજી કરી. 16 જાન્યુઆરી, 2006 ના રોજ ઝી ટીવી પર પહેલી વાર પ્રસારિત થયેલી આ સિરિયલે દર્શકોના હૃદયમાં ખાસ સ્થાન બનાવ્યું છે. પોતાની ખુશી વ્યક્ત કરતા એકતાએ ઇન્સ્ટાગ્રામ પર સિરિયલનો પ્રોમો વીડિયો શેર કર્યો. તેણે કેપ્શનમાં લખ્યું, “20 વર્ષ, લાખો યાદો, ‘કસમ સે’.” વાર્તા ત્રણ બહેનો – બાની, પિયા અને રાણો – ની આસપાસ ફરે છે – જેમનું જીવન જય વાલિયાના આગમન સાથે બદલાઈ જાય છે, અને તેમના બંધન અને સંબંધોની કસોટી બતાવવામાં આવી છે.પ્રાચી દેસાઈએ બાનીની ભૂમિકા ભજવી હતી, જ્યારે રામ કપૂરે જય વાલિયાની ભૂમિકા ભજવી હતી. તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીને દર્શકોએ ખૂબ પ્રશંસા કરી હતી.રામ કપૂર અને પ્રાચી દેસાઈ ઉપરાંત, શોમાં રોશની ચોપરા (પિયા), જયા ભટ્ટાચાર્ય અને અશ્વિની કાલસેકર (જિજ્ઞાસા) પણ હતી.આ શો 2009 સુધી પ્રસારિત થયો. એકતા કપૂરે બાલાજી ટેલિફિલ્મ્સના બેનર હેઠળ તેનું નિર્માણ કર્યું.

 

(6:01 PM IST)