<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 23rd January 2026

અનન્‍યા પાંડેના લગ્નનું મેનુ જાહેર કર્યુ મમ્‍મી ભાવના પાંડેએ

માસ્‍ટર શેફ ઇન્‍ડિયામાં પતિ ચંકી પાંડે સાથે ઉપસ્‍થિત રહી ભાવનાઃ ચંકીએ કહ્યું-મારે બે લગ્ન કરવા'તા પણ બંને ભાવના સાથે જ

મુંબઇ તા. ૨૩:  સોની એન્‍ટરટેઈનમેન્‍ટ ટેલિવિઝન પર પ્રસારિત થતા લોકપ્રિય કૂકિંગ શો ‘માસ્‍ટરશેફ ઈન્‍ડિયા'માં આ અઠવાડિયે શાદી સ્‍પેશિયલ વીક ઉજવવામાં આવી રહ્યું છે. આ ખાસ એપિસોડમાં બોલિવૂડનું ફેવરિટ કપલ ચંકી પાંડે અને ભાવના પાંડે મહેમાન તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. આ દરમિયાન ભાવના પાંડેએ પોતાની દીકરી અનન્‍યા પાંડેના ભાવિ લગ્નના પ્‍લાનિંગ અને ખાસ કરીને મેનુ વિશે રસપ્રદ ખુલાસો કર્યો હતો.

જ્‍યારે શોમાં ચંકી અને ભાવનાને પૂછવામાં આવ્‍યું કે તેઓ દીકરી અનન્‍યાના લગ્નમાં કેવું મેનૂ રાખવા માંગશે? ત્‍યારે ભાવનાએ તરત જ પોતાની પસંદગી જણાવતા કહ્યું કે, તે અનન્‍યાના લગ્નના મનુમાં મટન કરી, ઈન્‍ડિયન સ્‍ટાઈલ તિરામિસુ (ડેઝર્ટ), લસણનું અથાણું અને પર્પલ પરાઠાને પસંદ કરશે.

એપિસોડ દરમિયાન ચંકી પાંડેએ પોતાની આગવી શૈલીમાં જોક્‍સ કરીને બધાને હસાવ્‍યા હતા. તેમણે મજાકમાં કહ્યુ મારે હંમેશા બે વાર લગ્ન કરવા હતા, અને તે પણ ભાવના સાથે જ! જ્‍યારે ભાવનાએ ફરિયાદ કરી કે ચંકી એનિવર્સરી યાદ રાખે છે પણ ગિફ્‌ટ નથી આપતા, ત્‍યારે ચંકીએ હસતા હસતા જવાબ આપ્‍યો કે જો હું એનિવર્સરી ભુલી જાઉં તો અત્‍યારે અહીં નહીં પણ હોસ્‍પિટલમાં હોત! આ સ્‍પેશિયલ વીકમાં સ્‍પર્ધકો માટે મોટો પડકાર રાખવામાં આવ્‍યો હતો. તેમને ધ ગ્રેટ ઈન્‍ડિયન વેડિંગ બફેટ હેઠળ ૭ વાનગીઓ તૈયાર કરવાનો ટાસ્‍ક આપવામાં આવ્‍યો હતો.

(12:08 PM IST)