<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Saturday, 24th January 2026

‘બોર્ડર 2’ નો બોક્સ ઓફિસ પર ધમાકેદાર આગાઝ: સની દેઓલના પાવરફુલ કમબેકે ‘ધુરંધર’ ના રેકોર્ડ તોડ્યા

પહેલા જ દિવસે ₹30 કરોડની કમાણી સાથે સિનેમાઘરોમાં ગુંજ્યા દેશભક્તિના નારા; એડવાન્સ બુકિંગમાં પણ રચ્યો ઈતિહાસ

મુંબઈ: વર્ષ ૧૯૯૭માં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'બોર્ડર' ની સિક્વલ 'બોર્ડર 2' એ ગઈકાલે સિનેમાઘરોમાં રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર તોફાન મચાવી દીધું છે. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધની શૌર્યગાથા પર આધારિત આ ફિલ્મે પહેલા જ દિવસે અંદાજે ₹30 કરોડ ની શાનદાર કમાણી કરીને સાબિત કરી દીધું છે કે આજે પણ સની દેઓલનો ક્રેઝ અકબંધ છે.
રિલીઝના પહેલા દિવસે જ 'બોર્ડર 2' એ રણવીર સિંહની ફિલ્મ 'ધુરંધર' ના ₹૨૮ કરોડના રેકોર્ડને તોડી પાડ્યો છે. જોકે, આ ફિલ્મ સની દેઓલની જ પાછલી હિટ 'ગદર 2' અને વિકી કૌશલની 'ચાવા' ના આંકડા સુધી પહોંચવામાં થોડી પાછળ રહી છે. તેમ છતાં, એડવાન્સ બુકિંગમાં ફિલ્મે જે તાકાત બતાવી તે કાબિલે તારીફ છે. દેશભરમાં ૧૬,૦૦૦ થી વધુ શો માટે ૪ લાખથી વધુ ટિકિટો રિલીઝ પહેલા જ વેચાઈ ગઈ હતી.
 ફિલ્મની ઓક્યુપન્સીમાં રાત્રિના શોમાં અભૂતપૂર્વ ઉછાળો જોવા મળ્યો હતો. સવારના શોમાં ૧૯ ટકાથી શરૂ થયેલી હાજરી રાત્રિના શો સુધી પહોંચતા ૪૮ ટકા પર પહોંચી ગઈ હતી. ખાસ કરીને દિલ્હી-એનસીઆર, મુંબઈ અને અમદાવાદ જેવા શહેરોમાં થિયેટરો હાઉસફુલ જોવા મળ્યા હતા. દક્ષિણ ભારતના હૈદરાબાદ અને બેંગલુરુ જેવા મેટ્રો શહેરોમાં પણ હિન્દી ફિલ્મને જેવો પ્રતિસાદ મળ્યો તે દર્શાવે છે કે આ ફિલ્મ માત્ર ઉત્તર ભારત પૂરતી સીમિત નથી.
અનુરાગ સિંહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં સની દેઓલની સાથે વરુણ ધવન, દિલજીત દોસાંઝ અને અહાન શેટ્ટી પણ મુખ્ય ભૂમિકામાં છે. દિલજીત અને વરુણની એન્ટ્રી પર થિયેટરોમાં સીટીઓ વાગી રહી છે. જે.પી. દત્તા અને ભૂષણ કુમાર દ્વારા નિર્મિત આ ફિલ્મ આવનારા વીકએન્ડમાં હજુ મોટા રેકોર્ડ્સ તોડશે તેવી પૂરી સંભાવના છે. પ્રેક્ષકો તેને 'માસ એન્ટરટેઈનર' ગણાવી રહ્યા છે.

(1:32 PM IST)