<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 28th January 2026

'ધૂરંધર 2' માં રણવીર સિંહનો ખૂંખાર અવતાર: અક્ષય ખન્ના બાદ હવે અર્જુન રામપાલ બનશે 'ડેડલી' વિલન: વાર્તા થઈ લીક!

૩૧ જાન્યુઆરીએ ધડાકો: રણવીર 'બીસ્ટ મોડ' માં દુશ્મનોના છક્કા છોડાવશે : ૧૯ માર્ચે યશની 'ટોક્સિક' સાથે થશે વર્ષની સૌથી મોટી બોક્સ ઓફિસ ટક્કર

મુંબઈ:   આદિત્ય ધરની એક્શન થ્રિલર 'ધૂરંધર' ની ભવ્ય સફળતા બાદ હવે તેના બીજા ભાગ 'ધૂરંધર 2' ને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાઓ જાગી છે. સૌથી મોટા સમાચાર એ છે કે આ ફિલ્મના ટીઝરની રિલીઝ ડેટ નક્કી થઈ ગઈ છે. અહેવાલો મુજબ, ૩૧ જાન્યુઆરીએ રણવીર સિંહના ભયાનક અને 'જાનવર' જેવા અવતારની પહેલી ઝલક જોવા મળશે. ટીઝર જોનારા લોકોનું કહેવું છે કે રણવીર આ વખતે પહેલા કરતા પણ વધુ કાચો (Raw) અને તીક્ષ્ણ દેખાઈ રહ્યો છે. તેનું પાત્ર એક એવા રાષ્ટ્રભક્ત યોદ્ધાનું છે જે દુશ્મનો માટે સાક્ષાત કાળ સમાન બનીને ત્રાટકશે.
ફિલ્મની વાર્તાને લઈને પણ ચોંકાવનારો ખુલાસો થયો છે. પ્રથમ ભાગમાં અક્ષય ખન્નાના પાત્ર 'રહેમાન' ના મૃત્યુ બાદ, હવે બીજા ભાગમાં અર્જુન રામપાલ મુખ્ય ખલનાયકની ભૂમિકામાં એન્ટ્રી કરશે. અર્જુન રામપાલનું પાત્ર અત્યંત નિર્દય અને ખતરનાક હશે, જે રણવીરના પાત્રને બરાબરની ટક્કર આપશે. વાયરલ પોસ્ટ્સ મુજબ, આ વખતે 'હમઝા'નું પાત્ર વાર્તાના કેન્દ્રમાં રહેશે અને તે કોઈનાથી ડરવાને બદલે સીધું 'મેજર' પર નિશાન સાધશે. રણવીર સિંહનો લુક અને તેની એનર્જી આ ફિલ્મને બોલિવૂડની સૌથી મોટી એક્શન સિક્વલ બનાવવા જઈ રહી છે.

બોક્સ ઓફિસ પર પણ મોટો જંગ જામવાનો છે. આદિત્ય ધરે સ્પષ્ટ કરી દીધું છે કે 'ધૂરંધર 2' ૧૯ માર્ચે જ સિનેમાઘરોમાં દસ્તક દેશે. આ જ દિવસે સાઉથના સુપરસ્ટાર યશની ફિલ્મ 'ટોક્સિક' પણ રિલીઝ થઈ રહી છે, જેનો અર્થ છે કે હોળીના તહેવાર પર રોકાણકારો અને દર્શકોને મોટો ધડાકો જોવા મળશે. અગાઉ એવી અફવાઓ હતી કે ફિલ્મ પાછી ઠેલાશે, પરંતુ મેકર્સ હવે આરપારના મૂડમાં છે. રણવીર સિંહની આ ફિલ્મ તેના કરિયરની સૌથી મોટી હિટ સાબિત થઈ શકે છે, કારણ કે તેમાં એક્શનની સાથે ઈમોશન્સનો પણ જબરદસ્ત ડોઝ જોવા મળશે.

(10:17 PM IST)