<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 29th January 2026

બોર્ડર-૨ એ ૪ દિ'માં ૧૯૩.૪૮ કરોડનું કલેકશન કર્યુ

મુંબઇઃ સની દેઓલની ‘‘બોર્ડર ૨'' દરેક પસાર થતા દિવસે નવા રેકોર્ડ બનાવી રહી છે. બોર્ડર ૨ નું બોક્‍સ ઓફિસ કલેક્‍શન પહેલા દિવસ રૂા.૩૨.૧૦ કરોડ, બોર્ડર ૨ નું બોક્‍સ ઓફિસ કલેક્‍શન બીજા દિવસે રૂા. ૪૦.૫૯ કરોડ, બોર્ડર ૨ નું બોક્‍સ ઓફિસ કલેક્‍શન ત્રીજા દિવસે રૂા. ૫૭.૨૦ કરોડ અને બોર્ડર ૨ નું બોક્‍સ ઓફિસ કલેક્‍શન દિવસ રૂા.૬૩.૫૯ કરોડ હતું, જેનાથી ચાર દિવસમાં કુલ રૂા. ૧૯૩.૪૮ કરોડ થયા. બોર્ડર ૨ નું બજેટ આશરે રૂા. ૨૫૦ કરોડ હોવાનું જાણવા મળ્‍યું છે. તેનું ગ્રોસ બોક્‍સ ઓફિસ કલેક્‍શન લગભગ રૂા. ૨૫૦ કરોડ સુધી પહોંચી ગયું છે. આમ, ફિલ્‍મે તેનું બજેટ પાછું મેળવ્‍યું છે અને હવે તે નફા તરફ આગળ વધી રહી છે.

બોર્ડર ૨ નું દિગ્‍દર્શન અનુરાગ સિંહ દ્વારા કરવામાં આવ્‍યું છે. આ ફિલ્‍મમાં સની દેઓલ, વરુણ ધવન, અહાન શેટ્ટી, દિલજીત દોસાંઝ, મેધા રાણા, સોનમ બાજવા અને મોના સિંહ મુખ્‍ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્‍મ ગુલશન કુમાર અને ટી-સિરીઝ દ્વારા જે.પી. ફિલ્‍મ્‍સ સાથે ભાગીદારીમાં રજૂ કરવામાં આવી છે. તેનું નિર્માણ ભૂષણ કુમાર, કળષ્‍ણ કુમાર, જે.પી. દત્તા અને નિધિ દત્તા દ્વારા કરવામાં આવ્‍યું છે. 

(3:46 PM IST)