<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 29th January 2026

વીકેન્ડમાં મનોરંજનનો 'ભૌકાલ': ઓટીટી અને થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે ૮ ધમાકેદાર ફિલ્મો-સીરીઝ; 'મર્દાની-૩' થી લઈને 'ધુરંધર' સુધીની યાદી જુઓ

નેટફ્લિક્સ પર ૧૩૦૦ કરોડની કમાણી કરનાર 'ધુરંધર'નું ડિજિટલ પ્રીમિયર; એમેઝોન પર ભૂમિ પેડનેકરની 'દલદલ' અને થિયેટરમાં વિજય સેતુપતિની મૂક ફિલ્મનો જલવો

મુંબઈ : વર્ષ ૨૦૨૬ની શરૂઆત સિનેમા પ્રેમીઓ માટે શાનદાર રહી છે. 'બોર્ડર ૨' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બાદ હવે જાન્યુઆરીના છેલ્લા શુક્રવારે એટલે કે ૩૦ જાન્યુઆરીએ મનોરંજનનો મોટો ડાઝલો પીરસવા જઈ રહ્યો છે. આ અઠવાડિયે સ્પાય થ્રિલરથી લઈને હોરર કોમેડી સુધીની તમામ વેરાયટી જોવા મળશે.
 થિયેટરોમાં આ શુક્રવારે બે મહત્વની ફિલ્મો રિલીઝ થઈ રહી છે. પ્રથમ છે રાની મુખર્જીની 'મર્દાની ૩', જેમાં તે ફરી એકવાર આઈપીએસ ઓફિસર શિવાની શિવાજી રોય બનીને બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કરતી જોવા મળશે. બીજી તરફ વિજય સેતુપતિ અને અદિતિ રાવ હૈદરીની 'ગાંધી ટોક્સ' છે. આ એક 'સાઇલેન્ટ' એટલે કે મૂક ફિલ્મ છે, જે લોભ અને ભ્રષ્ટાચાર પર વ્યંગ કરશે.
 જો તમે ઘરે બેસીને મનોરંજન માણવા માંગો છો, તો તમારી પાસે શાનદાર વિકલ્પો છે:
• ધુરંધર (Netflix): રણવીર સિંહ અને અક્ષય ખન્નાની આ સ્પાય થ્રિલર ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૩૦૦ કરોડથી વધુની કમાણી કરી છે. હવે તે ૩૦ જાન્યુઆરીથી નેટફ્લિક્સ પર ઉપલબ્ધ થશે.
• દલદલ (Amazon Prime): ભૂમિ પેડનેકર ડીસીપી રીટા ફરેરાના રોલમાં એક સીરીયલ કિલરને પકડતી જોવા મળશે. આ ક્રાઈમ થ્રિલર સીરીઝ 'ભેંડી બજાર' નવલકથા પર આધારિત છે.
• દેવખેલ (ZEE5): કોંકણના રહસ્યમય વાતાવરણ પર આધારિત આ મરાઠી સાયકોલોજિકલ થ્રિલર દર્શકોને જકડી રાખશે.
• સર્વમ માયા (Jio Hotstar): મલયાલમ સુપરનેચરલ હોરર કોમેડી જે એક નાસ્તિક સંગીતકાર અને એક ભૂતની આસપાસ ફરે છે.
આ ઉપરાંત હોલીવુડ ફેન્સ માટે નેટફ્લિક્સ પર 'બ્રિજર્ટન સીઝન ૪' અને સ્પોર્ટ્સ ડોક્યુમેન્ટરી 'મિરેકલ: ધ બોયઝ ઓફ ૮૦' પણ રિલીઝ થઈ રહી છે. તો તમારો પોપકોર્ન તૈયાર રાખજો, કારણ કે આ વીકેન્ડમાં મનોરંજનનો ડોઝ ઓવરલોડ થવાનો છે.

(8:34 PM IST)