<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 3rd February 2026

રણવીર સિંહનો ખૂંખાર અંદાજઃ ‘ધુરંધર ૨'ના ટીઝરે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ

યે નયા હિન્‍દુસ્‍તાન હૈ ઘર મે ઘૂસેગા ભી મારેગા ભી સાથે એક્‍શન મોડમાં

નવી દિલ્‍હી, તા.૩: ભારતીય સિનેમાના ઇતિહાસમાં બ્‍લોકબસ્‍ટર સફળતા મેળવ્‍યા બાદ, રણવીર સિંહ હવે ધુરંધર - ધ રિવેન્‍જ સાથે બોક્‍સ ઓફિસ પર ફરીથી વિસ્‍ફોટ કરવા તૈયાર છે. આદિત્‍ય ધરના નિર્દેશનમાં બનેલી આ હાઈ-ઓક્‍ટેન સ્‍પાય થ્રિલરનું ટીઝર આજે બપોરે ૧૨:૧૨ વાગ્‍યે રિલીઝ થતાની સાથે જ ચાહકોમાં ગાંડપણ જોવા મળ્‍યું છે, જેમાં રણવીરનો અત્‍યાર સુધીનો સૌથી ડેશિંગ અને ઇન્‍ટેન્‍સ લુક દુશ્‍મનોના છક્કા છોડાવતો નજરે પડે છે.

આજે મંગળવાર, ૩ ફેબ્રુઆરીના રોજ ઠીક બપોરે ૧૨:૧૨ વાગ્‍યે જ્‍યારે આખું હિન્‍દુસ્‍તાન રણવીર સિંહના નવા લુકની રાહ જોઈ રહ્યું હતું, ત્‍યારે ધુરંધર ૨ ના ટીઝરે ડિજિટલ પ્‍લેટફોર્મ્‍સ પર એન્‍ટ્રી કરીને સનસનાટી મચાવી દીધી છે. માત્ર ૧ મિનિટ અને ૧૨ સેકન્‍ડના આ વીડિયોમાં રણવીર સિંહ એક અલગ જ તેવરમાં જોવા મળી રહ્યો છે. હવે ખરાબ થવાનો સમય આવી ગયો છે એવા પાવરફુલ કેપ્‍શન સાથે રિલીઝ થયેલા આ ટીઝરમાં રણવીરના લુક અને બેકગ્રાઉન્‍ડ મ્‍યુઝિકે ચાહકોના દિલ જીતી લીધા છે. સોશિયલ મીડિયા પર ધુરંધર ૨ ટ્રેન્‍ડ કરી રહ્યું છે અને લોકો તેને અત્‍યાર સુધીનું સૌથી શક્‍તિશાળી ટીઝર ગણાવી રહ્યા છે.

આ ફિલ્‍મનું નિર્દેશન ઉરી ફેમ આદિત્‍ય ધર દ્વારા કરવામાં આવ્‍યું છે, જેમણે અગાઉ ધુરંધર ૧ દ્વારા ભારતીય સિનેમાના તમામ જૂના રેકોર્ડ્‍સ તોડી નાખ્‍યા હતા. ૫ ડિસેમ્‍બર ૨૦૨૫ ના રોજ રિલીઝ થયેલી પહેલી ફિલ્‍મે જે રીતે થિયેટરોમાં ધૂમ મચાવી હતી અને ત્‍યારબાદ બ્‍વ્‍વ્‍ પર પણ પોતાનો દબદબો જાળવી રાખ્‍યો હતો, તે જોતા પાર્ટ-૨ માટે અપેક્ષાઓ આકાશે આંબી રહી છે. ટીઝરના વિઝ્‍યુઅલ્‍સ સ્‍પષ્ટ કરે છે કે આ વખતે એક્‍શન અને ડ્રામાનું લેવલ પહેલા કરતા પણ અનેકગણું વધારે હશે, જે દર્શકોને ખુરશી સાથે જકડી રાખશે.

જિયો સ્‍ટુડિયો દ્વારા પ્રસ્‍તુત અને B૬૨ સ્‍ટુડિયોના બેનર હેઠળ બનેલી આ ફિલ્‍મમાં રણવીર સિંહની સાથે અક્ષય ખન્ના, અર્જુન રામપાલ, આર. માધવન અને સંજય દત્ત જેવા દિગ્‍ગજ કલાકારોની મજબૂત ફોજ જોવા મળશે. આ ફિલ્‍મ ૧૯ માર્ચ, ૨૦૨૬ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ધુરંધર ૧ હજુ પણ તેના ૫૯માં દિવસે બોક્‍સ ઓફિસ પર કમાણી કરી રહી છે ત્‍યારે આ સિક્‍વલની જાહેરાતે ટ્રેડ એનાલિસ્‍ટ્‍સને પણ ચોંકાવી દીધા છે. હવે જોવાનું એ રહેશે કે ધુરંધર - ધ રિવેન્‍જ બોક્‍સ ઓફિસ પર સફળતાના કયા નવા શિખરો સર કરે છે

 

(3:18 PM IST)