<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 5th February 2026

મિર્ઝાપુરનું ‘ભૌકાલ’ હવે સિનેમાઘરોમાં ગાજશે: પંકજ ત્રિપાઠી અને અલી ફઝલ મોટા પડદે મચાવશે ધૂમ

OTT બાદ હવે બોક્સ ઓફિસ પર કબજો કરવા તૈયાર ‘કાલીન ભૈયા’: વર્ષ 2026ની સૌથી મોસ્ટ અવેટેડ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર, જાણો ક્યારે આવશે ‘મિર્ઝાપુર ધ મૂવી’

મુંબઈ:મિર્ઝાપુરના ચાહકો માટે ખુશીના સમાચાર આવી ગયા છે. એમેઝોન MGM સ્ટુડિયો અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટ હવે આ સુપરહિટ વેબ સિરીઝને ફિલ્મના સ્વરૂપમાં મોટા પડદે લાવવાની તૈયારી કરી રહ્યા છે. 'મિર્ઝાપુર ધ મૂવી' સાથે હવે કાલીન ભૈયા, ગુડ્ડુ પંડિત અને મુન્ના ભૈયાનો અસલી સ્વેગ સિનેમાઘરોમાં જોવા મળશે.
રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરના પ્રોડક્શનમાં બની રહેલી આ ફિલ્મનું નિર્દેશન ગુરમીત સિંહે કર્યું છે. નિર્માતાઓએ દાવો કર્યો છે કે ફિલ્મમાં મિર્ઝાપુરની એક એવી ‘અનકહી’ વાર્તા બતાવવામાં આવશે જે અગાઉ ક્યારેય જોવા મળી નથી. ફિલ્મના ટીઝર અને જાહેરાતે સોશિયલ મીડિયા પર અત્યારથી જ ધૂમ મચાવી દીધી છે.
આ ફિલ્મ આવતા વર્ષે એટલે કે ૪ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. સિરીઝમાં જે રીતે લોહીની નદીઓ વહી હતી અને જે પ્રકારના ધારદાર સંવાદો હતા, તેને મોટા પડદે જોવાનો અનુભવ પ્રેક્ષકો માટે કંઈક અલગ જ હશે. ફિલ્મની કાસ્ટમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને દિવ્યેન્દુ શર્મા જેવા દિગ્ગજ કલાકારો ફરી એકવાર પોતપોતાની આઇકોનિક ભૂમિકામાં જોવા મળશે તેવી ચર્ચા છે.

(8:15 PM IST)