ઐશ્વર્યાએ અભિષેકની બાળપણની તસવીર શેર કરી પાઠવ્યા ૫૦માં જન્મદિવસના અભિનંદન
ખાસ અંદાજમાં અભિનેત્રીએ વ્યક્ત કર્યો પ્રેમ

મુંબઇઃ બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચને ૫ ફેબ્રુઆરીના રોજ પોતાનો ૫૦મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ખાસ અવસરે તેની પત્ની અને વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય બચ્ચને સોશિયલ મીડિયા પર એક અત્યંત ભાવુક અને સુંદર પોસ્ટ શેર કરીને તેને અભિનંદન પાઠવ્યા છે. ઐશ્વર્યાએ અભિષેકના બાળપણની એક દુર્લભ તસવીર શેર કરી છે.
ઐશ્વર્યાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા લખ્યું, ‘‘હેપ્પી હેપ્પી ૫૦મા જન્મદિવસની શુભેચ્છાઓ વહાલા બેબી પાપા. તમને ખૂબ પ્રેમ, શાંતિ, ખુશી, સંતોષ અને સારું સ્વાસ્થ્ય મળે. ગોલ્ડન રહો અને પ્રેમમાં હંમેશા ચમકતા રહો.'' આ પોસ્ટમાં ઐશ્વર્યાએ અભિષેકને ‘બેબી પાપા' કહીને સંબોધતા ફેન્સ પણ આ જોડી પર પ્રેમ વરસાવી રહ્યા છે.
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ફિલ્મ ‘ગુરૂ' ના શૂટિંગ દરમિયાન એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. વર્ષ ૨૦૦૭ માં અમિતાભ બચ્ચનના બંગલા ‘પ્રતીક્ષા' ખાતે તેમના લગ્ન ખૂબ જ ભવ્ય રીતે થયા હતા. વર્ષ ૨૦૧૧ માં તેમણે દીકરી આરાધ્યાનું સ્વાગત કર્યું હતું. છેલ્લા કેટલાક સમયથી તેમના સંબંધોમાં અણબનાવની અફવાઓ ઉડી રહી હતી, પરંતુ આ પોસ્ટે તમામ ચર્ચાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.(
