<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 6th February 2026

‘ઘૂસખોર પંડિત’ વિવાદ પર મનોજ બાજપેયી તોડયું મૌન : ક્હ્યું ‘હું લોકોની લાગણીઓનું સન્માન કરું છું.’

મુંબઇ: નેટફ્લિક્સની આગામી વેબ સિરીઝ 'ઘુસખોર પંડિત' રિલીઝ થાય તે પહેલાં જ વિવાદમાં ફસાઈ ગઈ છે. વિવાદનું કારણ તેનું શીર્ષક છે, જેના પર બ્રાહ્મણ સમુદાયના કેટલાક વર્ગે વાંધો ઉઠાવ્યો છે. આ મામલો એટલો ઝડપથી વકર્યો કે તેના કારણે દિલ્હી હાઈકોર્ટમાં અરજી, લખનૌમાં FIR અને દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન થયા. આ દરમિયાન, શ્રેણીના મુખ્ય અભિનેતા મનોજ બાજપેયી એ હવે આ સમગ્ર વિવાદ પર પોતાનું મૌન તોડ્યું છે. તેમણે ફિલ્મ નિર્માતા નીરજ પાંડેનું સત્તાવાર નિવેદન શેર કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. પોતાની પોસ્ટમાં, મનોજ બાજપેયી એ સૌપ્રથમ લોકોની લાગણીઓનું સન્માન કરવાની વાત કરી હતી. તેમણે લખ્યું, "લોકોની લાગણીઓ અને ચિંતાઓનો હું આદર કરું છું અને તેને ગંભીરતાથી લઉં છું. જ્યારે તમે એવી કોઈ વસ્તુનો ભાગ હોવ છો જે કેટલાક લોકોને દુઃખ પહોંચાડે છે, ત્યારે તે તમને રોકવા, વિચારવા અને સાંભળવા માટે મજબૂર કરે છે. એક અભિનેતા તરીકે, હું મારા પાત્ર અને વાર્તા દ્વારા કોઈ ફિલ્મ અથવા શ્રેણી સાથે જોડાઉ છું. મારા માટે, આ એક ખામીયુક્ત વ્યક્તિ અને આત્મ-અનુભૂતિ તરફની તેની સફરને દર્શાવવાનો પ્રયાસ હતો. તેનો હેતુ કોઈપણ સમુદાય વિશે કોઈ નિવેદન આપવાનો નહોતો."

(6:35 PM IST)