રોઝ ડે પર માત્ર ગુલાબ આપવાથી વાત નહીં બને! બોલિવૂડના આ ફિલ્મી ડાયલોગ્સ જીતી લેશે તમારી ગર્લફ્રેન્ડનું દિલ
પાકીઝાથી લઈને અંદાજ અપના અપના સુધી: 7 ફેબ્રુઆરીએ 'રોઝ ડે' પર તમારા પાર્ટનરને આ સ્પેશિયલ અંદાજમાં કરો વિશ

રાજકોટ: પ્રેમના મહિના એટલે કે ફેબ્રુઆરીની શરૂઆત થઈ ચૂકી છે અને આવતીકાલે 7 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન વીકનો પ્રથમ દિવસ એટલે કે 'રોઝ ડે' છે. જો તમે વિચારી રહ્યા હોવ કે માત્ર એક લાલ ગુલાબ આપી દેવાથી તમારી ગર્લફ્રેન્ડ કે પત્ની ખુશ થઈ જશે, તો તમે ભૂલ કરી રહ્યા છો! બોલિવૂડમાં કહેવાય છે ને કે, "પ્રેમમાં જો થોડું ફિલ્મીપણું ન હોય તો મજા નથી આવતી." તમારી વાત બનાવવા માટે અમે લાવ્યા છીએ બોલિવૂડના એવા સદાબહાર ડાયલોગ્સ, જે તમારા રોઝ ડે ને યાદગાર બનાવી દેશે.
ડાયલોગ્સ જે ગર્લફ્રેન્ડને કરી દેશે ‘ફિદા’
જો તમે ઈચ્છો છો કે તમારો પાર્ટનર તમને જોતા જ રહી જાય, તો ગુલાબ આપતી વખતે આમાંથી કોઈ એક ડાયલોગ જરૂર બોલજો:
• અંદાજ અપના અપના: "આપકે પાંવ દેખે, બહુત ખૂબસૂરત હૈ. ઇન્હેં જમીન પર મત ઉતારિયેગા, મૈલે હો જાયેંગે." (આ લાઈન બોલીને જ્યારે તમે ગુલાબ આપશો, ત્યારે સામેની વ્યક્તિના ચહેરા પરનું સ્મિત જોવા જેવું હશે!)
• યે જવાની હૈ દીવાની: "તુમ્હારે જેસી લડકી કે સાથ મેરે જેસે લડકે કો હોના ચાહિયે."
• દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે: "બડે બડે દેશોં મેં ઐસી છોટી છોટી બાતેં હોતી રહેતી હૈ, સેનોરિટ્ટા!"
રોજ ડે ને બનાવો યાદગાર
સોશિયલ મીડિયાના યુગમાં માત્ર મેસેજ કરવા કરતા, રૂબરૂ મળીને આ ફિલ્મી અંદાજમાં વાત કરવી વધુ પ્રભાવશાળી રહેશે. જો તમારી ગર્લફ્રેન્ડ ગુસ્સે હોય કે રિસાયેલી હોય, તો બોલિવૂડના આ રોમેન્ટિક અને રમુજી સંવાદો તેને પિગળાવવા માટે પૂરતા છે. યાદ રાખજો, પ્રેમ વ્યક્ત કરવાની રીત જેટલી ખાસ હશે, સંબંધ તેટલો જ મજબૂત બનશે.
કેવી રીતે કરશો પ્લાનિંગ?
તમે તમારી ગર્લફ્રેન્ડની પસંદગીની ફિલ્મનો ડાયલોગ પસંદ કરી શકો છો. સાથે એક સુંદર લાલ ગુલાબ અને નાનકડી ચોકલેટ હોય તો સોનામાં સુગંધ ભળે! આવતીકાલથી શરૂ થતા આ સાત દિવસોમાં રોજ કઈંક નવું ટ્રાય કરો અને તમારા પ્રેમને ફિલ્મી પડદા જેવો જ રંગીન બનાવો.
