<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Sunday, 8th February 2026

બોલિવૂડમાં શોકની લહેર: 'મેરી કોમ'ના કોચ અને દિગ્ગજ અભિનેતા સુનીલ થાપાનું નિધન

પ્રિયંકા ચોપરા અને મનોજ બાજપેયીની ભાવુક શ્રદ્ધાંજલિ; પિતાના નિધન સમયે મને સંભાળી હતી તે યાદ કરી 'પીસી' થઈ ગઈ ગદગદિત

મુંબઈ: મનોરંજન જગતના જાણીતા અભિનેતા અને નેપાળી સિનેમાના સુપરસ્ટાર સુનીલ થાપાનું 68 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. 'મેરી કોમ' ફિલ્મમાં કડક કોચ નરજીત સિંહની ભૂમિકા ભજવી લોકપ્રિય થયેલા આ કલાકારના જવાથી બોલિવૂડ અને નેપાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘેરો શોક વ્યાપી ગયો છે. પ્રિયંકા ચોપરા અને મનોજ બાજપેયી સહિતના કલાકારોએ તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ અર્પી છે.

પ્રિયંકાની ભાવુક પોસ્ટ: "તમે મુશ્કેલ સમયમાં મને પકડી રાખી હતી" ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાએ સુનીલ થાપાને યાદ કરતા એક અત્યંત ભાવુક સંદેશ લખ્યો છે. પ્રિયંકાએ જણાવ્યું કે, "જ્યારે મેં મારા પિતાને ગુમાવ્યા હતા, ત્યારે તમે મને માનસિક ટેકો આપ્યો હતો. તમે માત્ર પડદા પર જ નહીં, પણ ખરા અર્થમાં મારા કોચ અને માર્ગદર્શક હતા." પ્રિયંકાએ વધુમાં લખ્યું કે તેમનું સ્મિત અને હૂંફાળું આલિંગન હંમેશા તેની યાદોનો ભાગ રહેશે. સુનીલ થાપાએ 'મેરી કોમ'માં કરેલા અભિનય બદલ ફિલ્મફેર નોમિનેશન પણ મેળવ્યું હતું.

મનોજ બાજપેયી અને સિનેમામાં તેમનું યોગદાન દિગ્ગજ અભિનેતા મનોજ બાજપેયીએ પણ શોક વ્યક્ત કરતા લખ્યું કે, 'ધ ફેમિલી મેન'ની ત્રીજી સીઝન સુનીલ થાપાની હાજરીને કારણે હંમેશા યાદગાર રહેશે. નોંધનીય છે કે સુનીલ થાપાએ 300થી વધુ નેપાળી ફિલ્મોમાં કામ કર્યું હતું અને તેઓ ખાસ કરીને તેમના નેગેટિવ રોલ્સ માટે જાણીતા હતા. તેમનું નિધન સિનેમા જગત માટે એક મોટી ખોટ છે.

(3:56 PM IST)