<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 12th February 2026

કિયારા અડવાણી હવે જોવા મળશે અશ્વીનીની ફિલ્‍મ ‘ટોક્‍સિક'માં

 

મુંબઇ તા. ૧૧: અભિનેત્રી કિયારા અડવાણી હાલમાં પોતાની આવનારી ફિલ્‍મ ‘ટૉક્‍સિક'ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન હવે કિયારાના ખાતામાં એક વધુ નવી ફિલ્‍મ ઉમેરાઈ ગઈ છે. આ આવનારી ફિલ્‍મ માટે કિયારા અડવાણીએ જાણીતી ફિલ્‍મમેકર અશ્વિની અય્‍યર તિવારી સાથે હાથ મિલાવ્‍યો છે.

બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી છેલ્લે ‘વૉર ૨'માં દેખાઇ હતી. પરંતુ આ ફિલ્‍મ બોક્‍સ ઓફિસ પર ખાસ કમાલ બતાવી શકી નહોતી. ત્‍યારબાદ હવે કિયારા સાઉથના સુપરસ્‍ટાર યશની પેન-ઇન્‍ડિયા ફિલ્‍મ ‘ટૉક્‍સિક'માં જોવા મળશે. તાજેતરમાં જ આ ફિલ્‍મમાંથી કિયારા અડવાણીનો ફર્સ્‍ટ લુક સામે આવ્‍યો હતો, જેને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા મળી હતી. એ વચ્‍ચે હવે કિયારા અડવાણીના હાથ એક નવી ફિલ્‍મ પણ લાગી છે. કિયારા જલ્‍દી જ ‘નિલ બટ્ટે સન્નાટા'ની દિગ્‍દર્શિકા અશ્વિની અય્‍યર તિવારીની આવનારી ફિલ્‍મમાં નજર આવી શકે છે. ‘નિલ બટ્ટે સન્નાટા'નું દિગ્‍દર્શન કરનાર અશ્વિની અય્‍યર તિવારીની આવનારી ફિલ્‍મમાં હવે કિયારા કામ કરી રહી છે. અશ્વિની પોતાની સંવેદનશીલ અને પાત્રકેન્‍દ્રિત કહાનીઓ માટે જાણીતી છે. કિયારા અને અશ્વિની પહેલી વખત સાથે કામ કરી રહ્યા છે. અશ્વિની અય્‍યર તિવારી મહિલાઓ પર આધારિત કહાનીઓ અને યાદગાર ફિલ્‍મો બનાવવા માટે જાણીતી રહી છે. આવા સમયે તેમની આગામી ફિલ્‍મ સાથે કિયારા અડવાણીનું નામ જોડાતા જ ચાહકોમાં ઉત્‍સાહ વધ્‍યો છે.

(3:54 PM IST)