News of Saturday, 14th February 2026
ધુરંધરને નેટફિલક્સ પર ૧૦ દિવસમાં કુલ ૧૫૮ લાખ વ્યુઝ
હાલ પ્લેટફોર્મના ડેટા મુજબ ફિલ્મ ૧૧ દેશોમાં નંબર વન પર ટ્રેન્ડ કરી રહી છે

મુંબઈ,તા.૧૪: સિનેમાઘરોમાં જબરદસ્ત ધૂમ મચાવ્યા બાદ સ્પાય ઍક્શન થ્રિલર ફિલ્મ ‘ધુરંધર'એ ૩૦ જાન્યુઆરીએ OTT પ્લેટફોર્મ નેટફિલક્સ પર તેલુગુ અને તામિલ ઑડિયો વિકલ્પ સાથે પોતાનું ડેબ્યુ કર્યું. આ રિલીઝના પહેલા ૩ દિવસમાં જ ફિલ્મને ૭૬ લાખથી વધુ વ્યુઝ મળ્યા. નેટફિલક્સના ટોપ ૧૦ ગ્લોબલ ચાર્ટ્સ મુજબ ફિલ્મ નોન-ઇંગ્લિશ મૂવી કેટેગરીમાં નંબર વન પર રહી. હવે સ્ટ્રીમિગ પ્લેટફોર્મ દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા મુજબ ફિલ્મના ૧૦ દિવસમાં કુલ ૧૫૮ લાખ વ્યુઝ નોંધાયા, જેમાંથી ૮૨ લાખ વ્યુઝ માત્ર બેથી ૮ ફેબ્રુઆરી દરમ્યાન મળ્યા હતા. હાલ પ્લેટફોર્મના ડેટા મુજબ ફિલ્મ ૧૧ દેશોમાં નંબર વન પર ટ્રેન્ડ કરી રહી છે.(૪૦.૧૫)
(10:25 AM IST)
