<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 20th February 2026

ઇતિહાસ ફરી જીવંત બનશેઃ ‘રાજા શિવાજી'નું દમદાર પોસ્‍ટર રીલીઝઃ ૧ મેએ રીલીઝ થશે ફિલ્‍મ

પેન ઇન્‍ડિયા ફિલ્‍મમાં રિતેશ દેશમુખ છત્રપતિ શિવાજી મહારાજના રોલમાં

મુંબઇ તા. ૨૦: છત્રપતિ શિવાજી મહારાજ જયંતિના પવિત્ર અવસર પર જિયો સ્‍ટુડિયોઝ  અને મુંબઈ ફિલ્‍મ કંપની એ તેમની બહુ અપેક્ષિત ઐતિહાસિક ફિલ્‍મ ‘રાજા શિવાજી'નુેં પહેલુ શક્‍તિશાળી પોસ્‍ટર જાહેર કર્યુ છે. ફિલ્‍મના દિગ્‍દર્શક અને મુખ્‍ય અભિનેતા રિતેશ વિલાસરાવ  દેશમુખએ આ પોસ્‍ટર સોશિયલ મીડિયા પર શેર કર્યુ છે, જેમાં તે  છત્રપતિ શિવાજી મહારાજના સ્‍વરૂપમાં જોવા મળે છે.

પોસ્‍ટરમાં મહારાજનો પ્રભાવશાળી સાઇડ પ્રોફાઇલ દેખાય છે. તેમના હાથમાં તલવાર, મજબૂત ખભા અને અડગ નજર તેમની દૃઢતા દર્શાવે છે. તેમનો ગંભીર અને સંકલ્‍પભર્યો ચહેરો સ્‍વરાજ્‍યની સ્‍થાપના પહેલા આવેલી શાંતિને દર્શાવે છે.‘રાજા શિવાજી' એક ભવ્‍ય પેન-ઇન્‍ડિયા ફિલ્‍મ છે, જેને વૈશ્વિક સ્‍તરે ભારતીય સંસ્‍કળતિના ગૌરવરૂપે રજૂ કરવામાં આવી રહી છે. આ એક મહત્‍વાકાંક્ષી દ્વિભાષી (મરાઠી અને હિન્‍દી) એક્‍શન-ડ્રામા ફિલ્‍મ છે. ફિલ્‍મનું સંગીત પ્રખ્‍યાત જોડી અજય - અતુલ આપ્‍યું છે અને સિનેમેટોગ્રાફી આંતરરાષ્‍ટ્રીય ખ્‍યાતિ પ્રાપ્‍ત સંતોષ સીવાનએ સંભાળી છે.

નિર્માતાઓનો ઉદ્દેશ છે કે આ પ્રરણાદાયક ભારતીય કહાનીને ભાષાની સીમાઓ પાર કરી વિશ્વભરના દર્શકો સુધી પહોંચાડવામાં આવે અને તેને વૈશ્વિક સ્‍તરે એક શ્રદ્ધાંજલિ તરીકે રજૂ કરવામાં આવે. જિયો સ્‍ટુડિયોઝ દ્વારા રજૂ થયેલી અને જ્‍યોતિ દેશપાંડે તથા જિનેલિયા દેશમુખ દ્વારા નિર્મિત, મુંબઈ ફિલ્‍મ કંપની ના બેનર હેઠળ બનેલી ‘રાજા શિવાજી' ૧ મેના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. (૧૪.૫)

(2:33 PM IST)