<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Sunday, 22nd February 2026

મલાઈકા અરોરાના પ્રેમમાં ફરી પડી ‘છમક છલ્લો’? રોમના ટ્રેવી ફાઉન્ટેન પાસે નવા મિસ્ટ્રી મેન સાથે સેલ્ફી વાયરલ!

વેલેન્ટાઈન ડે પર ઈટાલીમાં હર્ષ મહેતા સાથે મલાઈકાની રોમેન્ટિક પળોની તસવીરોએ સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, શું અર્જુન કપૂર પછી હવે આ હીરાના વેપારી બનશે મલાઈકાના હમસફર?

મુંબઈ: બોલિવૂડની ફિટનેસ ક્વીન અને સ્ટાઈલ આઈકોન મલાઈકા અરોરા ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચાના કેન્દ્રમાં છે. અર્જુન કપૂર સાથેના બ્રેકઅપ બાદ મલાઈકાના જીવનમાં નવા પ્રેમનું આગમન થયું હોવાની અટકળો છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી, પરંતુ હવે એક વાયરલ ફોટાએ આ અફવાઓને જોર આપ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર શેર થયેલી એક તસવીરમાં મલાઈકા અરોરા તેના કથિત બોયફ્રેન્ડ હર્ષ મહેતા સાથે ઈટાલીના જગવિખ્યાત ટ્રેવી ફાઉન્ટેન પાસે સેલ્ફી લેતી જોવા મળી રહી છે.

દાવા મુજબ, આ તસવીર ૧૪ ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના રોજ લેવામાં આવી હતી. ફોટામાં મલાઈકા બ્લેક ટ્રેન્ચ કોટમાં હંમેશની જેમ ગ્લેમરસ દેખાઈ રહી છે, જ્યારે હર્ષ મહેતા ગ્રે જેકેટમાં તેની સાથે ક્લોઝ પોઝ આપતા નજરે પડે છે. આ તસવીર જોયા બાદ નેટિઝન્સ સવાલ કરી રહ્યા છે કે શું મલાઈકાએ ખરેખર પોતાનો વેલેન્ટાઈન ડે ઈટાલીના રોમેન્ટિક શહેરમાં વિતાવ્યો હતો?

(1:06 PM IST)