ભાગ્યશ્રીનો આજે ૫૭મો જન્મદિવસ
સલમાન ખાનની પહેલી અભિનેત્રી મેંને પ્યાર કીયા ફેઇમ

મુંબઇઃ વર્ષ ૧૯૮૯માં રિલીઝ થયેલી ફિલ્મ મૈને પ્યાર કિયા થી લાખો ચાહકોના દિલમાં સ્થાન મેળવનારી ભાગ્યશ્રી આજે પણ તેટલી સુંદર દેખાય છે. જેટલી તે પહેલી ફિલ્મમાં જોવા મળી હતી. વર્ષો વિત્યા, દાયકા પસાર થયા, સિનેમા બદલાય પરંતુ આ અભિનેત્રી બિલકુલ બદલાય નથી.
ભાગ્યશ્રીનો જન્મ વિજય સિંહરાવ માધવરાવ પટવર્ધન અને રાજલક્ષ્મી પટવર્ધનના ઘરે ૨૩ ફેબ્રુઆરી ૧૯૬૯ના રોજ મહારાષ્ટ્રના સાંગલીમાં થયો હતો. આજે અભિનેત્રી પોતાનો ૫૭મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહી છે.
મૈને પ્યાર કિયાથી સલમાન ખાન સાથે બ્લોકબસ્ટર ફિલ્મમાં ડેબ્યુ કરનારી ભાગ્યશ્રીએ પોતાના ૩૭ વર્ષના કરિયરમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આજે પણ એક્ટિંગ ફીલ્ડમાં એક્ટિવ છે અને પોતાના પરિવાર સાથે ખુશખુશાલ જીવન જીવી રહી છે. ભાગ્યશ્રીએ હિમાલય સાથે લગ્ન કર્યા હતા. આજે ૨ બાળકોના માતાપિતા છે. તેની દીકરીનું નામ અવંતિકા દાસાની છે તેમજ દીકરાનું નામ અભિમન્યુ દાસાની છે. માતાની જેમ બંન્ને બાળકો એક્ટિંગ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે.
