<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 27th February 2026

બત્રીસમી વર્ષગાંઠ પર ૧૬ કરોડ રૂપિયાના હીરા જડેલી સાત થરની કેક કાપી ઉર્વશી રૌતેલાએ

ઉર્વશીએ પોતે સોશ્‍યલ મીડિયા પર એક વિડિયો શેર કર્યો

મુંબઇ તા.૨૭: ૨૫ ફેબ્રુઆરીએ ઉર્વશી રૌતેલાની બત્રીસમી વર્ષગાંઠ હતી અને આ અવસરે તેણે ૧૬ કરોડ રૂપિયાના મૂલ્‍યની સાત થરવાળી હીરાજાડિત કેક કાપી હતી એવી ચર્ચા છે. પબ્‍લિસિટી માટે શું કરાય એ ઉર્વશીને બરાબર આવડે છે એટલે તેણે બર્થ-ડે પર આવું ગતકડું કર્યું હોવાનું કહેવાય છે. ઉર્વશીએ પોતે સોશ્‍યલ મીડિયા પર એક વિડિયો શેર કરીને આ ડ્રામાબાજી શેર કરી છે. તેણે કેક સાથેની પોતાની તસવીરો શેર કરી છે અને પોતાના માથે તાજ હોય એવો ફોટો શેર કર્યો છે

(3:10 PM IST)