સાઉથના 'અર્જુન રેડ્ડી' અને 'શ્રીવલ્લી' હવે ખરા અર્થમાં એક થયા: વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના લગ્નના બંધનમાં બંધાયા, જુઓ ક્યારે છે ગ્રાન્ડ રિસેપ્શન
૮ વર્ષની લાંબી રાહ બાદ પાવર કપલે લીધા સાત ફેરા: લગ્નના ગણતરીના દિવસોમાં જ ફિલ્મ ‘રનાબાલી’ના સેટ પર પરત ફરશે, પતિ-પત્ની તરીકે પહેલીવાર સ્ક્રિન પર જોવા મળશે

હૈદરાબાદ: મનોરંજન જગતમાંથી અત્યાર સુધીના સૌથી મોટા અને ખુશખબર સામે આવ્યા છે. સાઉથ સિનેમાની સૌથી ચર્ચિત અને સુપરહિટ જોડી વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાના આખરે ૨૬ ફેબ્રુઆરીના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા છે. છેલ્લા ૮ વર્ષથી જેમના અફેરની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ગુંજતી હતી, તે જોડીએ હવે સત્તાવાર રીતે એકબીજાનો હાથ પકડી લીધો છે. ચાહકો જે ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે ક્ષણ આખરે વાસ્તવિકતા બની છે.
લગ્નની ખાનગી વિધિઓ બાદ હવે આ નવપરિણીત જોડી એક ભવ્ય ઉજવણીની તૈયારી કરી રહી છે. આગામી ૪ માર્ચના રોજ હૈદરાબાદમાં એક ગ્રાન્ડ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દક્ષિણ ભારતીય અને હિન્દી સિનેમાના દિગ્ગજ સિતારાઓ હાજરી આપે તેવી શક્યતા છે. લગ્નની ખુશીઓ વચ્ચે પણ આ જોડી પોતાના કામ પ્રત્યે એટલી જ સમર્પિત છે. રિસેપ્શન પૂર્ણ થયાના તરત જ બાદ વિજય અને રશ્મિકા તેમની આગામી ફિલ્મ ‘રનાબાલી’ નું શૂટિંગ શરૂ કરવાના છે.
ખાસ વાત એ છે કે, વાસ્તવિક જીવનમાં પતિ-પત્ની બન્યા બાદ આ તેમની પ્રથમ ઓન-સ્ક્રીન ફિલ્મ હશે. વિજય અને રશ્મિકાની કેમિસ્ટ્રી પડદા પર હંમેશા સુપરહિટ રહી છે, ત્યારે હવે રિયલ લાઈફ કપલ તરીકે તેમને સ્ક્રિન પર સાથે જોવા માટે ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સિનેમાના ઈતિહાસમાં આ પહેલીવાર બનશે કે કોઈ જોડી લગ્નના તરત જ બાદ કોઈ એક્શન કે રોમેન્ટિક ડ્રામામાં સાથે કામ કરતી જોવા મળશે
