બોક્સ ઓફિસ પર આ વર્ષે ધમાલ મચાવશે શાહરૂખ ખાન!
વર્ષ ૨૦૨૬ અને ૨૦૨૭માં શાહરૂખની આ ચાર ફિલ્મો તોડશે તમામ રેકોર્ડ! : અભિનેતાની આ વર્ષે બે મોટી ફિલ્મો રિલીઝ થવાની છે, ત્યારબાદ આવતા વર્ષે પણ અન્ય બે ફિલ્મો આવવાની છે

મુંબઇ તા.૧૨: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની ફિલ્મો માટે ફેન્સ હંમેશા ક્રેઝી રહે છે. વર્ષ ૨૦૨૩માં અભિનેતાએ બેક-ટુ-બેક ‘પઠાણ', ‘જવાન' અને ‘ડંકી' દ્વારા બોક્સ ઓફિસમાં ધમાલ મચાવી હતી. છેલ્લા ત્રણ વર્ષથી સુપરસ્ટારની કોઈ ફિલ્મ આવી નથી, તેથી ફેન્સ તેમને મોટા પડદા પર જોવા માટે આતુર છે.
આવામાં વર્ષ ૨૦૨૬ કિંગ ખાન ફેન્સની ઈચ્છા પૂરી કરવાના છે. કિંગ ખાન એક નહીં પણ બે ફિલ્મો સાથે સિનેમાઘરોમાં ધમાલ મચાવવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારબાદ આવતા વર્ષે એટલે કે ૨૦૨૭માં પણ શાહરૂખની બે મોટી ફિલ્મો રિલીઝ થવાની છે. ચાલો અહીં અભિનેતાની આગામી ફિલ્મોનું સંપૂર્ણ લિસ્ટ જાણીએ.
૨૦૨૩ની બ્લોકબસ્ટર જેલરની સીક્વલ જેલર ૨ આ વર્ષની મચ અવેટેડ ફિલ્મ છે. આ ફિલ્મ નેલ્સન દિલીપકુમાર દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ પાન-ઈન્ડિયા ફિલ્મમાં રજનીકાંત લીડ રોડ પ્લે કર્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બોલીવુડ સુપરસ્ટાર આ ક્રાઈમ એક્શન થ્રિલરમાં સ્પેશયલ એપિયરન્સમાં જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો, રજનીકાંત સ્ટારરમાં કિગ ખાન એક પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે ૧૨ જૂન અથવા ૧૨ ઓગસ્ટના રોજ રિલીઝ થઈ શકે છે, જો કે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.
શાહરૂખ ખાનની મચ અવેટેડ ફિલ્મ કિંગ છે. આ બોલીવુડ એક્શન થ્રિલર દ્વારા સુપરસ્ટાર ત્રણ વર્ષના બ્રેક પછી લીડ રોલમાં મોટા પડદા પર કમબેક કરશે. ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મની ખાસ વાત એ છે કે, શાહરૂખ પહેલીવાર તેની દીકરી સુહાના ખાન સાથે સ્ક્રીન શેર કરતો જોવા મળશે. કિગની સ્ટાર કાસ્ટમાં દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, રાઘવ જુયાલ, અભય વર્મા, અનિલ કપૂર, જેકી શ્રોફ, જયદીપ અહલાવત, સૌરભ શુક્લા, અક્ષય ઓબેરોય અને કરણવીર મલ્હોત્રા જેવા દમદાર કલાકારો સામેલ છે. આ ફિલ્મને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. નોંધનીય છે કે, કિગ ક્રિસમસ પર એટલે કે ૨૪ ડિસેમ્બર ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
વર્ષ ૨૦૨૬માં બે ફિલ્મોથી બોક્સ ઓફિસમાં ધમાલ મચાવ્યા બાદ ૨૦૨૭માં પણ શાહરૂખ ખાન મોટા પડદા ધમાલ મચાવવાનું ચાલુ રાખશે. આ સુપરસ્ટાર YRF સ્પાય યુનિવર્સમાંથી ૨૦૨ ની બ્લોકબસ્ટર ફિલ્મ પઠાણની સિક્વલમાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પઠાણ ૨નું દિગ્દર્શન પણ સિદ્ધાર્થ આનંદ દ્વારા કરવામાં આવશે. આ ફિલ્મ ૨૦૨૭માં રિલીઝ થવાની છે, પરંતુ હજુ સુધી તેની કન્ફર્મ રિલીઝ તારીખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
બોલિવૂડના બે સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સલમાન ખાનને એકસાથે પડદા પર જોવા માટે ફેન્સ હંમેશા ઉત્સાહિત હોય છે. YRFની સ્પાય યુનિવર્સની વધુ એક ફિલ્મ ટાઇગર વર્સિસ પઠાણમાં શાહરૂખ ખાન પઠાણ તરીકેની ભૂમિકા ફરીથી ભજવશે, જ્યારે સલમાન ખાન પણ ટાઇગરની ભૂમિકામાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સિદ્ધાર્થ આનંદ આ જાસૂસી એક્શન ફિલ્મનું દિગ્દર્શન કરશે. જો કે, કેટલાક રિપોર્ટ્સનો દાવો છે કે, આ ફિલ્મ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.
