બેહદ્ : લવ જેહાદના સંવેદનશીલ વિષયને કોમી વૈમનસ્ય વિના તટસ્થતાથી રજૂ કરતી ગુજરાતી ફિલ્મ
દાનેશ ગાંધીની સોલિડ એન્ટ્રીની સાથે જહાનવી ચૌહાણ, નિમેશ દિલીપ રાય, હિતુ કનોડિયા, સંજય ગોરડિયા વગેરેનો જાનદાર અભિનય

રાજકોટ : લવ જેહાદ અને કોમી ઉશ્કેરણીનું ઝેર એ કક્ષાનું પણ હોય કે એની ખતરનાક ટ્રેનિંગ અને એજન્ડા હેઠળ કોઈ કોમનો કોઈ યુવાન સંપૂર્ણ ભાન ભૂલીને પોતાના ઉદ્દેશીને સાર્થક કરવા, પોતાના રસ્તામાં આડખીલીરૃપ કોઈને પણ એકદમ ઠંડા કલેજે કોઈ સાઈકોપેથની જેમ મારી નાખે? વિધર્મી યુવતીને પ્રેમનું જાળમાં ફસાવીને વિકૃતિથી ટોર્ચર કરે? આવા સમયમાં યુવાન છોકરીઓના માબાપે કેટલું એલર્ટ રહેવું જોઈએ?
ગુજરાતી ફિલ્મોમાં એક તરફ હળવી કૉમેડી અને લવ ડ્રામાની ફિલ્મોનો દોર ચાલી રહ્યો છે ત્યારે ૧૯મી ફેબ્રુઆરીએ રિલીઝ થયેલી રાજુ ગાંધી પ્રોડકશનની પહેલી જ ફિલ્મ 'બેહદ્' આવા ગંભીર વિષયને લઈને આવી છે, જેમાં સૌથી અગત્યની વાત એ છે કે કોઈ આખેઆખા સમાજને આ પ્રકારનો ચીતરવાને બદલે, ભટકી ગયેલા જૂજ યુથ સામે એલર્ટ રહેવાની વાત છે.
જેમાં, આવા લવ જેહાદી યુથને નથી એના ઘરમાંથી કોઈનો ટેકો કે નથી એના મિત્ર વર્તુળમાંથી કોઈનો ટેકો.
ગુજરાતી ફિલ્મ જગતમાં આવી બહુજ વિચાર પ્રેરક અને સંવેદનશીલ ફિલ્મો બનાવવાના સાહસ અને જોખમ પ્રમાણમાં ઓછા લેવાય છે ત્યારે રાજુ ગાંધી પ્રોડકશન્સ હેઠળ, ચેતન ગાંધીએ રજૂ કરેલી અને તેમના પુત્ર દાનેશ ગાંધી તેમજ સક્ષમ અભિનેત્રી જહાનવી ચૌહાણને લીડ રોલમાં રજૂ કરતી, અંકુશ ભટ્ટ દિગ્દર્શિત અને રાજુ પટેલ, આલાપ ત્રિપાઠી અને કૃણાલ ભટ્ટ લિખિત આ ફિલ્મ તેનો વિષય અને ટ્રીટમેન્ટને લઈને બહુ બેલેન્સ રીતે રજૂ કરાઈ છે. લવ જેહાદી યુવકના વિલનીશ રોલમાં દાનેશે ગાંધીએ પોતાની પહેલી જ ફિલ્મમાં એક સિઝન્ડ એકટરની જેમ સોલિડ એન્ટ્રી કરી છે. સામાન્ય રીતે અત્યારના ખોટા હિરોઈઝમ અને છવાઈ જવાના કાલ્પનિક ટ્રેન્ડમાં કોઈ સીધી જ વિલન તરીકે એન્ટ્રી ના મારે અને એમાંય હોમ પ્રોડકશન હોય તો તો શું કામ મારે? પરંતુ એક એકટરને રોલનો પ્રકાર કે લેન્થ નહીં, જબરજસ્ત એકિંટગનો સ્કોપ જોઈએ એ વાત દાનેશે પોતાની પહેલી જ ફિલ્મથી સાબિત કરી દીધી.
ડાયલોગ ડિલિવરીથી લઈને સીચ્યુએશનલ મેનરીઝમ, લુક અને ઈમ્પ્રોવાઈઝેશનમાં દાનેશે કમાલ કરીને આગામી સમયમાં એક લાંબી છાપ છોડવાની ગવાહી આપી દીધી છે. એન્ટેગોનિસ્ટ સલમાનના રોલમાં એને જે ઠંડકથી પોતાના છદ્વવેશી કેરેકટર શાશ્વતને નિભાવ્યું છે એ પ્રક્ષકોના રૃંવાડા ઊભા કરી દે છે.
એવી જ રીતે, ક્રિશાના રોલમાં જહાનવી ચૌહાણે પણ બહુ જ એકસપ્રેસિવ અને લાઈવલી પરફોર્મન્સ આપ્યું છે. ઘણી બધી જગ્યાએ એણે પોતાના આઈ એકસપ્રેસન્સથી બહુ જ અસરકારક રીતે ડાયલોગ્સ કન્વે કર્યા છે. નિમેશ દિલીપ રાથે કિશાના કન્સર્ન્ડ પિતા તરીકે તમામ સિચ્યુએસન્સમાં એક સિઝન્ડ થિયેટર એકટરની સોલીડ રેન્જ બતાવી છે, તો સંજય ગોરડિયા આટલી ગંભીર ફિલ્મ વચ્ચે પણ ક્રિશાના માઈન્ડ રીડર મામાના રોલમાં થોડી હળવી ક્ષણો આપી જાય છે, પરંતુ તેમના પાત્રમાં ક્યાંય અર્થહીન હાસ્ય નથી અને એ જે બોલે છે કે કરે છે, એના ગૂઢાર્થ પ્રેક્ષકોના મનમાં અંકાય છે અને એ જે આ ફિલ્મની USP છે કે ક્યાંય કશું અર્થહીન કે ઘુસાડવામાં આવેલું નથી. ઉપરાંત, આખી ફિલ્મમાં કોઈબિનજરૃરી ગીતો કે ઠોકી બેસાડવાના આવેલું નકામું સંગીત નથી. જ્યાં જે છે, એ સીનની જરૃરિયાત અને ગંભીરતા પૂરતું જ છે. સ્ક્રીનપ્લેમાં કોઈમેલોડ્રામા કે કાલ્પનિક ઈમોશન્સ નથી.
ફિલ્મના સેકન્ડ પાર્ટમાં હિતુ કનોડિયાની જોરદાર એન્ટ્રી ફિલ્મને એક અલગ ઊંચાઈ બક્ષે છે. ક્રિશાના પિતાની સપોર્ટ સિસ્ટમ બનીને આ દૂષણને નાથવાના એના આગવી શૈલીના સાયકોલોજીકલ ટ્રીટમેન્ટના સીન્સ અને ડાયલોગ, એક સ્માઇલિંગ અને શાર્પલુક સાથે ઓછામા ઓછા ડાયલોગ સાથે ઘણું બધું કન્વે કરી જાય છે.
આખી ફિલ્મમાં ચેતવણીનો સૂર હોવા છતાં, ક્યાંય બંને કોમ વચ્ચે વૈમનસ્યનો ટોન નથી. એટલું જ નહીં, મુસ્લિમ સમાજના યુવાનોને લવ જેહાદ માટે ભટકાવવાના એજન્ડા તરીકે જે માનસિકતા અને ભાષા -યોજાય છે એને પણ એમના સમાજનો ટેકો નથી એ સ્પષ્ટ રીતે ફિલ્મમાં દર્શાવાયું છે.
