<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Monday, 16th March 2026

અરિજિત સિંહ બાદ હવે શ્રેયા ઘોષાલ પણ સંગીત છોડશે? 'સુર સામ્રાજ્ઞી'ના નિવેદનથી ચાહકોના જીવ તાળવે ચોંટ્યા!

લિપ-સિંકિંગની સામે સખત વિરુદ્ધ: "જે દિવસે મારે સ્ટેજ પર નકલી ગાયકી કરવી પડશે, તે જ ક્ષણે હું ગાવાનું છોડી દઈશ"

નવી દિલ્હી: ભારતીય સંગીત જગતમાં અત્યારે જાણે મોટા ફેરફારોની મોસમ ચાલી રહી હોય તેવું લાગી રહ્યું છે. હજુ તો અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી તેને દોઢ મહિનો પણ નથી થયો, ત્યાં બોલીવુડની સૌથી લોકપ્રિય ગાયિકા શ્રેયા ઘોષાલએ પણ કંઈક એવું કહ્યું છે જેનાથી સંગીતપ્રેમીઓમાં ચર્ચા જાગી છે. શ્રેયાએ સંકેત આપ્યો છે કે તે ક્યારેક અરિજિતની જેમ જ બ્રેક લેવાનું વિચારી રહી છે.
લિપ-સિંકિંગ સામે કડક વલણ
શ્રેયા ઘોષાલ છેલ્લા બે દાયકાથી પોતાના મધુર અવાજથી કરોડો દિલો પર રાજ કરી રહી છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં તેણે ખુલાસો કર્યો હતો કે તે સ્ટેજ પર થતા 'લિપ-સિંકિંગ' (પહેલાથી રેકોર્ડ કરેલા ગીત પર માત્ર મોઢું હલાવવું) ની સખત વિરુદ્ધ છે. શ્રેયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "હું નકલી ગાયકી સાથે ક્યારેય અનુકૂળ થઈ શકી નથી. જે દિવસે મારા પર લિપ-સિંકિંગનું દબાણ કરવામાં આવશે, તે દિવસે હું હંમેશા માટે ગાવાનું છોડી દઈશ."
અરિજિત સિંહના નિર્ણયની કરી પ્રશંસા
અરિજિત સિંહના પ્લેબેક સિંગિંગ છોડવાના નિર્ણય પર શ્રેયાએ ખુલ્લા મને પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું કે, "મને પણ ઘણીવાર થાય છે કે હવે બ્રેક લઈ લેવો જોઈએ. અરિજિતે જે હિંમત બતાવી છે તે કાબિલે તારીફ છે. તે સાચો સંગીતકાર છે જે માત્ર પોતાની ખુશી માટે જીવે છે, તેને એ વાતની પરવા નથી કે સંગીત તેને શું આપશે."
ચાહકો માટે રાહતના સમાચાર
જોકે, શ્રેયાએ ચાહકોને આશ્વાસન આપતા એ પણ ઉમેર્યું હતું કે જ્યાં સુધી તેનો અવાજ તેને સાથ આપશે ત્યાં સુધી તે તેના પ્રેક્ષકો માટે સ્ટેજ પર 'લાઇવ' પર્ફોર્મન્સ આપવાનું ચાલુ રાખશે. બે દાયકાની કારકિર્દીમાં શ્રેયાએ ક્યારેય પણ લિપ-સિંકનો સહારો લીધો નથી, જે તેની ગાયકી પ્રત્યેની પ્રામાણિકતા દર્શાવે છે.

(6:30 PM IST)