<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 17th March 2026

પ્રસિદ્ધ ફિલ્‍મ અભિનેતા શર્મન જોશીનો આજે જન્‍મ દિવસ : ૪૮માં વર્ષમાં મંગલ પ્રવેશ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા....) વાપી, તા. ૧૭ : બોલિવૂડના પ્રસિદ્ધ અભિનેતા અને રંગમંચના કલાકાર શર્મન જોશીનો આજે એટલે કે ૧૭ મી માર્ચના રોજ જન્‍મ દિવસ છે. શર્મન જોશીનો જન્‍મ ૧૭મી માર્ચ ૧૯૭૯ના રોજ મુંબઈ ખાતે થયો હતો. પિતાનું નામ અરવિંદભાઈ કે જેઓ  પ્રખ્‍યાત ગુજરાતી રંગભૂમિ કલાકાર હતા. શર્મન જોશીનું બાળપણ કલા અને થિયેટરના વાતાવરણમાં પસાર થયું, કારણ કે તેમના પિતા પણ પ્રસિદ્ધ નાટય કલાકાર હતા. તેમના બહેન માનસી જોશી પણ ટીવી અને થિયેટર સાથે જોડાયેલ હતા.

શર્મન જોશીએ કારકિર્દીની શરૂઆત થિયેટર એટલે કે (નાટક)થી કરી. તેમણે અનેક ગુજરાતી અને હિન્‍દી નાટકોમાં અભિનય કર્યો અને ત્‍યારબાદ ફિલ્‍મોમાં પ્રવેશ કર્યો. શર્મન જોશીએ પોતાની ફિલ્‍મી કારકિર્દીનો પ્રારંભ વર્ષ ૨૦૦૦ની શરૂઆત થી કર્યો. શરૂઆતમાં તેઓ કોમેડી ફિલ્‍મોમાં જોવા મળ્‍યા, સ્‍ટાઇલ તેમની પહેલી સફળ ફિલ્‍મોમાંની એક, એક્‍સકુઝમી સ્‍ટાઇલની સિક્‍વલ,આ ફિલ્‍મોથી તેઓ યુવા દર્શકોમાં લોકપ્રિય બન્‍યા. સફળતા તરફ , વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૦ના સમયગાળા  દરમિયાન તેમની રંગ દે બસંતી, ગોલમાલ, થ્રી ઇડિયટ્‍સ જેવી કેટલીક મોટી અને સફળ ફિલ્‍મો આવી, જેમાં થ્રી ઇડિયટ્‍સનું રાજુ રસ્‍તોગીનું પાત્ર ખૂબ જ લોકપ્રિય રહ્યું. જે તેમના કારકિર્દીનું સૌથી મોટો ર્ટનિંગ  પોઇન્‍ટ માનવામાં આવે છે.

શર્મન જોશીની વર્ષ ૨૦૧૦ પછી આવેલી  કેટલીક મહત્‍વપૂર્ણ ફિલ્‍મોની ઝલક જોઈએ તો અલ્લાહ  કે બંદે (૨૦૧૦),  ફેરારી કી સવારી (૨૦૧૨), વોર છોડ ના યાર (૨૦૧૩), ગેંગ ઑફ ઘોસ્‍ટ્‍સ (૨૦૧૪), સુપર નાની (૨૦૧૪), હેટ સ્‍ટોરી ૩ (૨૦૧૫), ૧૯૨૦ લંડન (૨૦૧૬), કાશી : ઇન સર્ચ ઓફ ગંગા (૨૦૧૮), મિશન મંગલ (૨૦૧૯). આ ફિલ્‍મોમાં ફેરારી કી સવારી અને મિશન મંગલ ખાસ લોકપ્રિય બની હતી. આ સમય દરમ્‍યાન વર્ષ ૨૦૧૬ પછી તેમણે ફિલ્‍મો સાથે સાથે થિયેટર અને વેબ સિરીઝમાં પણ કામ કર્યું., મિશન મંગલમાં  વૈજ્ઞાનિક પાત્ર ભજવ્‍યું હતું. વેબ સિરીઝ અને ડિજિટલ પ્‍લેટફોર્મ પર પણ અભિનય. કારકિર્દીની ખાસિયતો : કોમેડી અને ઇમોશનલ બંને પ્રકારના પાત્રોમાં નિપુણતા, થિયેટરથી મળેલી મજબૂત અભિનય કુશળતા,  હિટ મલ્‍ટીસ્‍ટાર ફિલ્‍મોમાં મહત્‍વપૂર્ણ ભૂમિકાઓ ભજવી છે. શર્મન જોશીના પારાવારિક જીવન વિશે જોઈએ તો તેમના લગ્ન  પ્રેરણા ચોપરા સાથે થયા છે. તેવો બોલિવૂડના લોકપ્રિય વિલન પ્રેમ ચોપરાની પુત્રી છે, એટલે સ્‍વાભાવિક રીતે એટલે શર્મન જોશીનો સંબંધ બોલિવૂડના જાણીતા અભિનેતા પરિવાર સાથે પણ જોડાયેલો છે. તેમને એક પુત્રી અને ૨ પુત્ર છે. તેઓ પોતાના પરિવાર સાથે મુંબઈમાં રહે છે. આજે એટલે કે ૧૭ મી માર્ચ ૨૦૨૬ના રોજ શર્મન જોશી તેમના જીવન ના ૪૭ વર્ષ પૂર્ણ કરી ૪૮ માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. આ વેળાએ તેમને રંગમંચ, અને ફિલ્‍મ જગતની હસ્‍તીઓ સહિત હજારો ચાહકો તેમના ઉપર શુભેચ્‍છા વર્ષા કરી રહ્યા છે. 

(3:16 PM IST)