રણવીર સિંહની ફિલ્મ ધુરંધર 2 રિલીઝ થશે શાહરૂખ ખાનનો જબરદસ્ત 31 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો: દર્શકોમાં જબરો ક્રેઝ
ફિલ્મની એડવાન્સ બુકિંગ અને પેડ પ્રીવ્યૂ મળીને ભારતમાં અત્યાર સુધીમાં આ ફિલ્મે 70 કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો

મુંબઈ : રણવીર સિંહની ફિલ્મ ધુરંધર 2 19 માર્ચે રિલીઝ થવાની છે. જોકે ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ તેણે શાહરૂખ ખાનનો 31 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જેને લઈને રણવીર સિંહ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે
રણવીર સિંહ તેની આગામી ફિલ્મ ધુરંધર 2ને લઈને ચર્ચામાં છે. છેલ્લા કેટલાય સમયથી દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે હવે 19 માર્ચે આ ફિલ્મ રિલીઝ થવાની છે. જેને લઈને એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે અને એડવાન્સ બુકિંગમાં જ આ ફિલ્મે રેકોર્ડ તોડી નાખ્યા છે. જોકે હવે એવી માહિતી સામે આવી છે કે રણવીર સિંહે શાહરૂખ ખાનનો 31 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. જેને લઈને તે વધુમાં ચર્ચામાં આવ્યો છે.
મુંબઈના મરાઠા મંદિર થિયેટરમાં છેલ્લા 31 વર્ષોથી પરંપરા હતી કે રોજ સવારે 11:30 વાગ્યે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેનો શો ચાલી રહ્યો હતો. પરંતુ હવે આ શેડ્યૂલમાં ફેરફાર જોવા મળ્યો છે અને રણવીર સિંહે આ રેકોર્ડ તોડી નાખ્યો છે. ફિલ્મ ધુરંધર 2 ને લઈને દર્શકોમાં જે ક્રેઝ જોવા મળ્યો છે તેને લઈને આ રેકોર્ડ તૂટ્યો છે.
મરાઠા મંદિરમાં હવે 19 માર્ચથી રોજ સવારે 10 વાગ્યે ધુરંધર 2ની સ્ક્રીનિંગ ચાલશે. ફિલ્મની જબરદસ્ત ડિમાન્ડ હોવાને કારણે અમદાવાદ, પુણે અને મુંબઈમાં મોટા પ્રમાણમાં તેની સ્ક્રીનિંગ થવાની છે. જેમાં અમુક જગ્યાએ રાતના 2 વાગ્યે પણ આ ફિલ્મની સ્ક્રીનિંગ થવાની છે. દર્શકોના ઉત્સાહને જોઈને મુંબઈના મરાઠા મંદિરમાં શાહરૂખ અને કાજોલનો રેકોર્ડ પણ તૂટી ગયો છે.
શાહરૂખ અને કાજોલની ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે છેલ્લા 31 વર્ષથી એટલે કે 3 દાયકાથી મરાઠા મંદિરમાં ચાલી રહી હતી. જોકે આવામાં ધુરંધર 2નો ક્રેઝ એટલો જબરદસ્ત જોવા મળ્યો કે દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેનો વર્ષો જૂનો રેકોર્ડ તૂટી ગયો છે. ફિલ્મની એડવાન્સ બુકિંગ અને પેડ પ્રીવ્યૂ મળીને ભારતમાં અત્યાર સુધીમાં આ ફિલ્મે 70 કરોડથી વધુનો બિઝનેસ કરી લીધો છે. જોકે આ આંકડો ધીરે ધીરે વધી રહ્યો છે. જેથી ફિલ્મ રેકોર્ડ બ્રેક કમાણી કરે તો મોટી વાત નહીં રહે.
ઉલ્લેખનીય છે કે જ્યારે ફિલ્મ ધુરંધર 5 ડિસેમ્બરે રિલીઝ થઈ હતી તે સમયે પણ દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકોને ફિલ્મ ઘણી પસંદ આવી હતી. 19 માર્ચે ધુરંધર 2 ફિલ્મને લઈને દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. પહેલા પાર્ટે વર્લ્ડવાઇડ 1300 કરોડની કમાણી કરી હતી ત્યારે હવે આ બીજો પાર્ટ પહેલા પાર્ટનો રેકોર્ડ તોડી શકે છે કે નહીં તેને લઈને સૌની બોક્સ ઓફિસ પર નજર છે
