<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 18th March 2026

અમેઝોન પ્રાઈમ વિડિયોએ વિજયની ‘જન નાયગન'ની ૧૧૦ કરોડની સ્‍ટ્રીમિંગ ડીલ રદ કરી

અમેઝોન પ્રાઈમ વિડિયોએ થલાપથિ વિજયની લાંબા સમયથી વિલંબિત ફિલ્‍મ જન નાયગન માટેની OTT ડીલ રદ કરી છે. આ ફિલ્‍મ પહેલાં પોંગલ ૨૦૨૬ દરમિયાન રિલીઝ થવાની હતી, પરંતુ સેન્‍સર વિવાદને કારણે તેને અનિヘતિ સમય માટે મુલતવી રાખવામાં આવી છે.

જન નાયગન અને તેની હિન્‍દી ડબ્‍ડ આવૃત્તિ જન નેતાને સીબીએફસી (સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ફિલ્‍મ સર્ટિફિકેશન) દ્વારા અટકાવાયા બાદ મુલતવી રાખવામાં આવી છે. ૨૯ ડિસેમ્‍બરે ફિલ્‍મને સીબીએફસી તરફથી ક્‍લિયરન્‍સ મળી ગયું હતું અને નિર્માતાઓને જાણ કરવામાં આવી હતી કે જન નાયકગને UA 16+ સેન્‍સર સર્ટિફિકેટ આપવામાં આવશે.

પરંતુ ૫ જાન્‍યુઆરી, ૨૦૨૬ના રોજ જન નાયકનના નિર્માતાઓને જાણ કરવામાં આવી કે ફિલ્‍મને રીવાઈઝિંગ કમિટીને મોકલવામાં આવી રહી છે. સીબીએફસીએ જણાવ્‍યું કે ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલી ફરિયાદ અને સશષ દળોને જે રીતે દર્શાવાયા છે તે અંગે ઉઠેલા પ્રશ્નોને કારણે ફિલ્‍મનું ફરીથી સેન્‍સરિગ કરવાનું નક્કી કરવામાં આવ્‍યું છે.

સેન્‍સર ક્‍લિયરન્‍સ મળવાની કોઈ નિશાની ન હોવાને કારણે જન નાયગનના નિર્માતાઓએ મળીને ફિલ્‍મને અનિヘતિ સમય માટે મુલતવી રાખવાનો નિર્ણય લીધો.

આ ઘટનાને પગલે સ્‍ટ્રીમિગ પ્‍લેટફોર્મ અમેઝોન પ્રાઈમ વિડિયોએ ફિલ્‍મની થિયેટ્રિકલ રિલીઝ પછીના સ્‍ટ્રીમિગ હકો માટે આશરે ૧૧૦ કરોડમાં ડીલ કરી હતી. પરંતુ હવે ફિલ્‍મની થિયેટ્રિકલ રિલીઝ અંગે કોઈ સ્‍પષ્ટતા ન હોવાથી પ્‍લેટફોર્મ આ ડીલમાંથી પાછું હટી ગયું છે.

(10:05 AM IST)