‘ધ 50’ ના ગ્રાન્ડ ફિનાલે પહેલા મધરાતે મોટો ઉલટફેર: એકસાથે અનેક સ્પર્ધકો થશે બહાર? જાણો કોણ છે એ ટોપ-5 ફાઇનલિસ્ટ જેમના વચ્ચે ખેલાશે જંગ
પ્રિન્સ નરુલાનું મોટું બલિદાન અને શિવ ઠાકરેની વિજેતા તરીકેની ચર્ચા: 22 માર્ચના મહા-મુકાબલા પહેલા સોશિયલ મીડિયા પર ફેન્સ વચ્ચે જામ્યો જંગ, ફૈસુ પણ રેસમાં આગળ

મુંબઈ, તા.૧૮: ટેલિવિઝન જગતનો સૌથી ચર્ચિત રિયાલિટી શો 'ધ 50' હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગયો છે. ૨૨ માર્ચ, ૨૦૨૬ ના રોજ યોજાનારા ગ્રાન્ડ ફિનાલે પહેલા શોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. અહેવાલો અનુસાર, ફિનાલેની અંતિમ ક્ષણો પહેલા 'માસ એલિમિનેશન' (સામૂહિક હકાલપટ્ટી) થવા જઈ રહી છે, જે દર્શકોને ચોંકાવી દેશે. આ એલિમિનેશનના બે રાઉન્ડમાં અનેક જાણીતા ચહેરાઓ શોમાંથી બહાર થઈ જશે તેવી પૂરેપૂરી શક્યતા છે.
પ્રથમ રાઉન્ડમાં આરુષિ ચાવલા, હમીદ બાર્કઝી અને યુવિકા ચૌધરી જેવા મજબૂત સ્પર્ધકો બહાર નીકળે તેવી આશંકા છે. જ્યારે શનિવારે યોજાનારા બીજા રાઉન્ડમાં પ્રિન્સ નરુલા, મનીષા રાની અને ઉર્વશી ધોળકિયા જેવા દિગ્ગજ નામો પણ રેસમાંથી બહાર થઈ શકે છે. સૌથી આશ્ચર્યજનક વળાંક એ છે કે, પ્રિન્સ નરુલાએ કથિત રીતે શિવ ઠાકરે માટે પોતાની ફિનાલેની ટિકિટનું બલિદાન આપ્યું છે, જેના કારણે તે પોતે ફિનાલે પહેલા જ બહાર થઈ જશે અને શિવ અંતિમ મુકાબલામાં પ્રવેશ કરશે.
કોણ છે એ ટોપ-5 ફાઇનલિસ્ટ?
ભારે રસાકસી બાદ જે પાંચ નામ ફાઇનલિસ્ટ તરીકે સામે આવી રહ્યા છે તેમાં કાકા, કૃષ્ણ શ્રોફ, રજત દલાલ, શ્રી ફૈસુ અને શિવ ઠાકરે નો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પર વહેતા થયેલા અહેવાલો મુજબ, અંતિમ મુકાબલો શ્રી ફૈસુ અને શિવ ઠાકરે વચ્ચે થયો હતો, જેમાં શિવ ઠાકરે વિજેતા બન્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જોકે, શોના મેકર્સે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી, જેથી સસ્પેન્સ અકબંધ છે.
દર્શકોમાં અત્યારે માત્ર એક જ સવાલ છે કે શું ખરેખર શિવ ઠાકરે ટ્રોફી ઘરે લઈ જશે કે પછી શ્રી ફૈસુ બાજી મારી જશે? આ તમામ રહસ્યો પરથી પડદો ૨૨ માર્ચે રાત્રે ૯ વાગ્યે Jio Hotstar અને ૧૦:૩૦ વાગ્યે કલર્સ ટીવી પર ઉચકાશે. ત્યાં સુધી ચાહકો પોતાના મનપસંદ સ્પર્ધકને જીતાડવા માટે સોશિયલ મીડિયા પર જોરશોરથી કેમ્પેઈન ચલાવી રહ્યા છે.
