જ્યારે સેટ પર કિશોર કુમારની મસ્તી પ્રાણ માટે માથાનો દુખાવો બની: ૧૪ રીટેક પછી 'ખલનાયક' મજબૂર બન્યા, સિંગરના પેટમાં મારવો પડ્યો અસલી મુક્કો!
ગંભીર સીનમાં પણ કિશોરદાનું હસવાનું રોકાતું નહોતું; છેવટે પ્રાણે લીધો એવો નિર્ણય કે 'પહલી ઝલક'ના સેટ પર સન્નાટો છવાઈ ગયો, કિંગ ઓફ કોમેડી ખરેખર કણસવા લાગ્યા

મુંબઈ: હિન્દી સિનેમાના ઈતિહાસમાં કિશોર કુમાર જેટલા તેમના અવાજ માટે જાણીતા હતા, એટલા જ તેમના તોફાની અને રમતિયાળ સ્વભાવ માટે પણ મશહૂર હતા. પરંતુ, આ મસ્તી ક્યારેક તેમના સાથી કલાકારો માટે મુસીબત બની જતી. આવો જ એક કિસ્સો બોલિવૂડના સૌથી ખૂંખાર ગણાતા વિલન પ્રાણ સાહેબ સાથે બન્યો હતો. એક ગંભીર દ્રશ્યના શૂટિંગ દરમિયાન કિશોર કુમારના કારણે ૧૪ રીટેક થયા બાદ, પ્રાણે એવો રસ્તો અપનાવ્યો કે કિશોર કુમારની શાન ઠેકાણે આવી ગઈ હતી.
ગંભીર સીન અને કિશોર કુમારના ઠાઠ
આ કિસ્સો ફિલ્મ 'પહલી ઝલક' ના શૂટિંગ સમયનો છે. ફિલ્મમાં એક સીન હતો જેમાં પ્રાણ અને કિશોર કુમાર વચ્ચે લડાઈ થવાની હતી. નિયમ મુજબ, પ્રાણે કિશોર કુમારના પેટમાં મુક્કો મારવાનો એક્ટ કરવાનો હતો અને કિશોરદાએ દર્દથી કણસવાનું હતું. પરંતુ, જેવી કેમેરાની રોલિંગ શરૂ થાય, કિશોર કુમાર ગંભીર થવાને બદલે હસવાનું શરૂ કરી દેતા. પ્રાણે ઘણી વાર સમજાવ્યું કે, "ભાઈ, આ એક ગંભીર દ્રશ્ય છે, થોડી વાર માટે તો ગંભીર બનો!" પરંતુ કિશોર કુમાર તો કિશોર કુમાર હતા, તેઓ માનવા તૈયાર જ નહોતા.
જ્યારે 'એક્ટિંગ' બની ગઈ 'રિયાલિટી'
સતત ૧૨ થી ૧૪ રીટેક થયા બાદ પ્રાણનો ધીરજ ખૂટી ગઈ હતી. તેમણે નક્કી કર્યું કે હવે લાતોના ભૂત વાતોથી નહીં માને. જ્યારે ૧૫મો શોટ શરૂ થયો, ત્યારે પ્રાણે હવામાં મુક્કો મારવાને બદલે પૂરી તાકાતથી કિશોર કુમારના પેટમાં વાસ્તવિક મુક્કો જડી દીધો. કિશોર કુમાર આ અચાનક થયેલા હુમલાથી આઘાત પામી ગયા અને જોરથી 'ઉફ' કહીને કરાહવા લાગ્યા. શૂટિંગ પૂરું થતાં જ પ્રાણે હસીને કહ્યું, "બસ, ફિલ્મમાં મારે આ જ રિયલ એક્સપ્રેશન જોઈતા હતા!"
"જો વધુ સમય રહ્યો હોત, તો હું પણ પાગલ બની ગયો હોત"
પોતાના એક જૂના ઇન્ટરવ્યુમાં પ્રાણે આ ઘટના યાદ કરતા કહ્યું હતું કે, સેટ પર કિશોર કુમાર સાથે કામ કરવું લોઢાના ચણા ચાવવા જેવું હતું. તેમણે રમુજમાં ઉમેર્યું કે, "હું એક ગંભીર માણસ હતો જે પડદા પર વિલન બનતો, પણ કિશોર કુમારે મને પણ એના જેવો જ બનાવી દીધો હતો. જો મેં તેની સાથે બીજી અડધી ફિલ્મ કરી હોત, તો ચોક્કસ હું તેનો ક્લોન બની ગયો હોત."
આ કિસ્સો આજે પણ બોલિવૂડના ગલિયારાઓમાં ખૂબ જ રસપૂર્વક સંભળાવવામાં આવે છે. કિશોર કુમાર ભલે આજે આપણી વચ્ચે નથી, પરંતુ તેમની આવી અતરંગી વાતો હંમેશા ચાહકોના ચહેરા પર સ્મિત લાવતી રહેશે.
