સદાબહાર અભિનેતા રવિ કપુર ઉર્ફે જીતેન્દ્રનો આજે જન્મદિવસ

રાજકોટઃ તા. ૬, બોલિવુડના જમ્પીંક જેક એટલે કે સુપરસ્ટાર જીતેન્દ્રનું સાચુ નામ રવિકપુર છે. તેમનો જન્મ ૧૯૪રની ૭ મી એપ્રિલ પંજાબના અમૃતસરમાં થયો હતો. બોલીવુડમાં તેની એન્ટ્રી ૧૯૬૦ માં ‘શહેરા'ફિલ્મમાં નાનાકડા રોલથી થઇ હતી. એ પછી ૧૯૬૪ માં વ્હીશાંતારામની ગીત ગાયા પથ્થરોને ફિલ્મથી જીતેન્દ્રએ હિરો તરીકે એન્ટ્રી કરી હતી ત્યારબાદ તેણે ફર્જ ફિલ્મ-૧૯૬૭ જબરદસ્ત કામ કર્યુ બોલીવુડમાં જમ્પીંગ જેક તરીકે જાણીતા બન્યા. જીતેન્દ્રએ પ૦ વર્ષની ફિલ્મી કેરિયરમાં ૩૦૦ થી વધુ ફિલ્મોમાં સફળતા મળી તેમની ફિલ્મ કારવાએ અનેક રેકોડ તોડયા છે. પાંચ પેઢી સુધી અનેક હિરો, હિરોઇન સાથે અભિનય કરી ચુકેલ તેવા હેન્ડસમ હિરોને સદાબહાર અભિનેતા અનેક એર્વોડ જીત્યા. પોતાની હોમ પ્રોડકસન ર૦૦૪ કુછ તો હૈ ફિલ્મ પોતાના પુત્ર તુષાર કપુર સાથે અભિનય કરી ચૂકેલ છે. (૩પ-૧પ)
રવિભાઇ એચ. સિસોદીયા, રાજકોટ મો.૭૮૭૪૮ ૮૮૬૪૬
