<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 9th April 2026

દીપિકાના ‘મૌન’ પર જર્મન અભિનેત્રી ભડકી! ‘ધૂરંધર ૨’ ની સફળતા છતાં પતિ રણવીરના કેમ નથી કર્યા વખાણ? સોશિયલ મીડિયા પર શરૂ થયું નવું ‘કોલ્ડ વોર’

‘આ કોઈ ફ્લેક્સ નથી!’, સુઝાન બર્નર્ટે ટ્વીટ કરીને દીપિકા પાદુકોણને લીધી આડે હાથ; 1000 કરોડની કમાણી કરનાર ફિલ્મ પર પત્નીની ચૂપકીદીએ જગાવી ચર્ચા

 

મુંબઈ: તા.૯ બોલિવૂડની સુપરહિટ ફિલ્મ 'ધૂરંધર ૨: ધ રીવેન્જ' અત્યારે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, પરંતુ ફિલ્મના કલેક્શન કરતા વધુ ચર્ચા અત્યારે દીપિકા પાદુકોણના ‘મૌન’ પર થઈ રહી છે. રણવીર સિંહની આ મેગા બ્લોકબસ્ટર ફિલ્મ વિશે દીપિકાએ સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ કે પ્રશંસા ન કરતા ચાહકોમાં નારાજગી હતી. આ વિવાદમાં હવે જર્મન અભિનેત્રી સુઝાન બર્નર્ટે ઝંપલાવ્યું છે અને દીપિકાને સીધો સવાલ પૂછીને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.

જર્મન અભિનેત્રીનો સીધો સવાલ: ‘કેમ આટલી ચૂપકીદી?’

વર્ષોથી ભારતમાં રહીને અભિનય ક્ષેત્રે સક્રિય એવી સુઝાન બર્નર્ટે દીપિકાને ટેગ કરીને ટ્વીટ કર્યું કે, "પ્રિય દીપિકા, આ કોઈ ફ્લેક્સ (ગર્વ લેવા જેવી વાત) નથી! અમે હજુ પણ તમારા પતિની ખુલ્લેઆમ પ્રશંસાની રાહ જોઈ રહ્યા છીએ. મને સમજાતું નથી કે તમે તે કેમ નથી કરી રહ્યા?" સુઝાનના આ સવાલે ઇન્ટરનેટ પર નવી ચર્ચા છેડી દીધી છે કે શું રણવીર અને દીપિકા વચ્ચે બધું બરાબર છે?

નેટીઝન્સ બે ભાગમાં વહેંચાયા

દીપિકાએ અગાઉ એક સ્પષ્ટતા કરી હતી કે તે ઇન્ટરનેટ ડ્રામાથી બચવા માટે પોસ્ટ નથી કરતી. જોકે, સુઝાનના ટ્વીટ બાદ યુઝર્સ બે જૂથમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો દીપિકાના અંગત જીવનના પક્ષમાં છે અને કહી રહ્યા છે કે, "તમે તમારું કામ કરો, તેની જિંદગીમાં દખલ ના કરો." તો બીજી તરફ રણવીરના ચાહકોનું કહેવું છે કે, રણવીર હંમેશા દીપિકાને સપોર્ટ કરે છે, તો દીપિકાએ પણ તેની ૧૦૦૦ કરોડની ફિલ્મ પર ખુશી વ્યક્ત કરવી જોઈએ.

‘ધૂરંધર ૨’ બોક્સ ઓફિસ પર બની ‘બાહુબલી’

એકતરફ આ વિવાદ ચાલી રહ્યો છે, તો બીજી તરફ ફિલ્મ 'ધૂરંધર ૨' બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી રહી છે. ફિલ્મે માત્ર ૨૧ દિવસમાં ૧,૦૪૧.૨૭ કરોડ રૂપિયાની અધધ કમાણી કરી લીધી છે.

· રેકોર્ડ બ્રેક કલેક્શન: ઘરેલુ બોક્સ ઓફિસ પર આ બીજી સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની ગઈ છે.

· આગામી ટાર્ગેટ: હવે જોવાનું એ રહેશે કે શું તે અલ્લુ અર્જુનની 'પુષ્પા ૨' (૧,૨૩૪.૧૦ કરોડ) નો રેકોર્ડ તોડી શકશે કે નહીં.

જોકે, ૨૧મા દિવસે ફિલ્મની કમાણીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો અને તેણે ૭.૯૦ કરોડનું કલેક્શન કર્યું હતું. રાજકીય ડ્રામા અને એક્શનથી ભરપૂર આ ફિલ્મ અત્યારે ટોક ઓફ ધ ટાઉન છે, પરંતુ દીપિકાના એક ટ્વીટ કે પોસ્ટની રાહ આખું બોલિવૂડ જોઈ રહ્યું છે!

 

(4:38 PM IST)