<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 22nd April 2026

સલમાન ખાનની ફિલ્‍મમાં હીરો અને વિલન બન્ને બનશે

 

મુંબઈ,તા.૨૨: હાલમાં સલમાન ખાન પ્રોડ્‍યુસર દિલ રાજુની ફિલ્‍મમાં નયનતારા સાથે કામ કરી રહ્યો છે. થોડા સમય પહેલાં એવી માહિતી સામે આવી હતી કે આ ફિલ્‍મમાં સલમાન ખાન બે અલગ-અલગ લુકમાં દેખાશે. હવે સોશ્‍યલ મીડિયા પર એવી પણ ચર્ચા ચાલી રહી છે કે ફિલ્‍મમાં સલમાન હીરો અને વિલન બન્નેનો રોલ ભજવતો જોવા મળશે અને આ રીતે ફિલ્‍મમાં એનો ડબલ રોલ હશે. માહિતી મુજબ સલમાન એક લુકમાં ક્‍લીન શેવમાં જોવા મળશે, જ્‍યારે વિલન તરીકે તે સંપૂર્ણપણે અલગ અને ખતરનાક અંદાજમાં દેખાશે.

(3:54 PM IST)